ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 17 ઑક્ટોબર 2016 (10:41 IST)

કરવા ચોથ વિશેષ - ગણેશજીને ખુશ કરવા રાશિ મુજબ પતિ-પત્ની કરો આ ઉપાય

કરવા ચોથ હિંદુ તહેવારોમાંથી એક મુખ્ય સુહાગન સ્ત્રીનો તહેવાર છે. ઘર્મ ગ્રંથો મુજબ કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ કરવા ચોથ છે. આ દિવસે પતિ સાથે શ્રી ગણેશ, ચંદ્રમાની પણ પૂજા કરવામાં આવે છે.  
 
શાસ્ત્રો મુજબ આ દિવસે ગણેશ ચતુર્થી પણ હોય છે. જેમા શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ દિવસે સાચા મનથી ગણેશજીની પૂજા કરવામાં આવે તો તે જરૂર પ્રસન્ના થાય છે. જેનાથી તેમની કૃપા તમારા પર કાયમ બની રહે છે. 
 
આ કરવા ચોથના તહેવારમાં સ્ત્રીઓ સાથે તેમના પતિ પણ ગણેશની પૂજા કરે જેનાથી તે પ્રસન્ન રહે. આ ગણેશ ચતુર્થીમાં તમે રાશિ મુજબ પૂજા-પાઠ કરો. જેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય. 
 
મેષ રાશિ -  જો તમારા ઘરમાં ધનની કમી અને તમારા પર કોઈ સંકટ આવ્યુ હોય તો કરવા ચોથવાળા દિવસે મેષ રાશિના લોકો શ્રી ગણેશજીની પૂજા વિધિ-વિધાનથી કરો. આ દિવસે સિંદૂરી રંગના ગણેશજીની આરાધના કરો અને 11 દુર્વા લઈને તેને હળદરના પાણીમાં નાખીને ચઢાવો. સાથે જ 108 વાર ભોજપત્રમાં દુર્વા વડે આ મંત્ર લખો. ૐ ગં ગણપતયે નમ:. આવા ગણેશજીની પૂજા કરવાથી ગણેશ પ્રસન્ના થશે જેનાથી તમારા બધા કષ્ટ દુર થશે. 
 
વૃષભ રાશિ - જો તમે ચાહો છો કે તમને બધા કાર્યોમાં સફળતા મળે તો કરવા ચોથના દિવસે દૂધિયા રંગના શ્રીગણેશજીની આરાધના કરો અને આ મંત્રનો જાપ કરતા પૂજા કરો ૐ ગં ૐ ગં સાથે જ નવ દુર્વા, સફેદ લાડુનો ભોગ લગાવો અને સફેદ ફૂલ પર અત્તર લગાવીને ચઢાવો. આવુ કરવાથી તમારા દરેક કાર્ય પુર્ણ થશે અને તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. 
 
મિથુન રાશિ - મિથુન રાશિવાળા લોકો કરવા ચોથના દિવસે લીલા રંગની ગણેશ પ્રતિમાની પૂજા કરો. ત્યારબાદ 108વાર ૐ શ્રી ગં ગણાધિપતયે નમ: આ મંત્રનો જાપ કરતા દુર્વાની માળા બનાવીને શ્રી ગણેશને ચઢાવો. સાથે જ ભોગમાં ગોળ ચઢાવો. 
 

કર્ક રાશિ - કરવા ચોથના દિવસે કર્ક રાશિવાળા લોકો સફેદ રંગના ગણેશજીની આરાધના કરે. આ તેમને માટે શ્રેષ્ઠ છે. સાથે જ શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે સફેદ આંકડાના ફુલોની માળા અને તેમા દુર્વાની જડ બાંધીને ચઢાવો. ત્યારબાદ 108વાર આ મંત્રનો જાપ કરો. 
 
ૐ શ્રી શ્વેતાર્ક દેવાય નમ: 
 
શ્રી ગણેશને ભોગમાં મોદક કે નૈવૈધ પર થોડુ માખણ લગાવીને ચઢાવો. આવુ કરવાથી તમારી બધી મનોકામના પુર્ણ થશે અને સદા તમારા પરિવાર પર ગણેશજીની કૃપા કાયમ રહેશે. 
 
સિંહ રાશિ - કડવા ચોથના દિવસે આ રાશિના લોકો મરૂણ રંગના શ્રીગણેશની મૂર્તિની વિધિ-વિધાન સાથે આરાધના કરો. સાથે જ 108 દુર્વા કુમકુમ લગાવીને ચઢાવો. સાથે જ તમે ચાહો છો કે તમારા પર તેમની કૃપા બની રહે જેનાથી તમે ચૌમુખી પ્રતિમાના ધની થઈ જાવ.  તો રોજ ગણેશજીને ગોળની 11 ગોળીનો ભોગ લગાવો. 

કન્યા રાશિ - આ રાશિના લોકો ઘાટ્ટા રંગના શ્રી ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરે અને લીલા મગના 108 દાણા ચઢાવે. ગણેશજીના મંદિરમાં જઈને લીલા મગ અને ગોળનું દાન કરે. સાથે જ શ્રી વક્રતુંડાય નમ: મંત્રનો 108 વાર જાપ કરે. 
 
તુલા રાશિ - કરવા ચોથના દિવસે આ રાશિના લોકો શ્રી ગણેશની સફેદ મિશ્રિત મૂર્તિની આરાધના કરે સાથે જ સવાયા લાડુનો ભોગ લગાવે. આ સાથે જ દુર્વા અને ફુલ પણ સવાસો ગ્રામ કે સવા કિલો ચઢાવે. સાથે જ શ્રી ગણેશના સ્ત્રોતનો પાઠ કરે.  તેનાથી જલ્દી શ્રી ગણેશ પ્રસન્ના થશે. 

વૃશ્ચિક રાશિ - કરવા ચોથ પર વૃશ્ચિક રાહિના લોકો લાલ મિશ્રિત શ્રીગણેશજીની આરાધના કરવી સારી રહે છે. શ્રીગણેશજી પર લાલ રંગથી રંગાયેલ 108 ચોખા અર્પણ કરે. સાથે જ શ્રી વિઘ્નહરણ સંકટ હરળાયનમ: મંત્રનો જાપ કરે. 

ધનુ રાશિ - ધનુ રાશિના લોકોએ કરવા ચોથ પર પીળા રંગના ગણેશજીની આરાધના કરવી જોઈએ. હળદરની પાંચ ગાંઠને લઈને આ મંત્રનો જાપ કરતા ચઢાવો શ્રી ગણાધિપતયે નમ: આ સાથે જ 108 દુર્વા પર ભીની હળદર લગાવીને શ્રી ગજવકત્રમ નમો નમ: નો જાપ કરતા શ્રી ગણેશ પર ચઢાવો. તેનાથી તમારી બધી મનોકામના પુર્ણ થશે.  
મકર રાશિ - કરવા ચોથના દિવસે આ રાશિના લોકો ભૂરા રંગના શ્રીગણેશજીની મૂર્તિની વંદના કરે. દુર્વા અને લાલ રંગના ફુલ પર અત્તર લગાવીને શ્રી ગણેશાય નમ: નો જપ કરતા શ્રીગણેશજીને અર્પણ કરે. સાથે જ ભગવાન શ્રી ગણેશને કાળા તલ અર્પણ કરે.  

કુંભ રાશિ - કરવા ચોથના દિવસે આ રાશિવાળા આસમાની રંગની શ્રી ગણેશની મૂર્તિની પૂજા કરે. ત્યારબાદ શ્રીગણેશને સિંદૂરનું તિલક લગાવે. અને તેમના મસ્તકના મધ્યમાં હળદરનું તિલક લગાવે. ત્યારબાદ 108 દુર્વા ચઢાવે અને ૐ ગં ગણપતયૈ નમ: મંત્રનો જાપ કરે. સાથે જ હાથીને મોદક કે ગોળવાળી રોટલી ખવડાવે. 
 
મીન રાશિ - આ રાશિના લોકો હળદર રંગના શ્રીગણેશજીની મૂર્તિની પૂજા કરે. ત્યારબાદ પીળા રંગના દોરામાં પીળા ફૂલ અને દુર્વાની માળા બનાવીને મૂર્તિ પર ચઢાવે. હળદરની જડ પર આઠ વાર ૐ ગં ગં ગં ગં ગં શ્રી ગજાય નમ: લખીને ભગવાન શ્રી ગણેશજીના મસ્તક પર અર્પણ કરે.