રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (11:49 IST)

Santan Saptami 2023: સંતાન સપ્તમી 22 સપ્ટેમ્બરે ઉજવાશે, પુત્ર પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

Santan Saptami
Santan Saptami
Santan Saptami 2023 Kyare Che : પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકો માટે સંતાન સપ્તમીનુ વ્રત પુણ્ય ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે સંતાન પ્રાપ્તિ 22 સપ્ટેમ્બર 2023 ના રોજ છે. તેને લલિતા સપ્તમી, મુક્તાભરણ સપ્તમીના નામથી પણ ઓળખવામાં આવે છે. 
 
માન્યતા છે કે જે સ્ત્રીઓ સંતાન સુખથી વંચિત છે તેમણે આ વ્રત કરવુ જોઈએ. તેના પ્રભાવથી જલ્દી ખાલી ખોળો ભરાય જાય છે. આ વ્રત વિશેષ રૂપથી સંતાન પ્રાપ્તિ, સંતાન રક્ષા અને સંતાનની ઉન્નતિ માટે કરવામાં આવે છે. આવો જાણીએ સંતાન સપ્તમીની પૂજાનુ મુહૂર્ત અને ઉપાય. 
 
સંતાન સપ્તમી 2023 મુહૂર્ત  (Santan Saptami 2023 Muhurat)
 
ભાદ્રપદ શુકલ સપ્તમી તિથિ શરૂ - 21 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 2 વાગીને 14 મિનિટ 
ભાદરવો શુક્લ સપ્તમી તિથિ સમાપ્ત - 22 સપ્ટેમ્બરના રોજ બપોર 01 વાગીને 35 મિનિટ 
 
બ્રહ્મ મુહૂર્ત - સવારે 04:35  - સવારે 05:22 સુધી  
અભિજિત મુહૂર્ત - સવારે 11:49 થી  - બપોરે 12:38 સુધી 
સંધિકાળ મુહૂર્ત - સાંજે 06:18 થી  - સાંજે 06:42 સુધી
અમૃત કાલ - સવારે 06:47 થી -  સવારે 08:23 સુધી 
 
સંતાન સપ્તમી ઉપાય (Santan Saptami Upay)
 
સંતાન સુખ માટે -  સંતાન સપ્તમીના દિવસે જે મહિલાઓ બાળકોના સુખથી વંચિત રહી છે તેઓ  નિર્જલા વ્રત કરીને ભોલેનાથને સૂતરનો ડોરો અર્પિત કરે. સંતાન સપ્તમીની કથાનુ શ્રવણ કરે, પૂજા પછી આ ડોરાને ગળામાં ધારણ કરે. માન્યતા છે કે આવુ કરવાથી સંતાન પ્રાપ્તિની કરવાના યોગ બને છે. નિસંતાન દંપત્તિને બાળકનુ સુખ મળે છે. 
 
સંતાનને મળશે લાંબુ આયુષ્ય - સંતાન સપ્તમી પર વ્રતી સૂર્યને અર્ધ્ય આપે અને પછી શિવજીને 21 બિલિપત્ર અને માતા પાર્વતીને નારિયળ ચઢાવો. માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. સંતાન દીર્ઘાયુ  થાય છે અને તેના બધા દુખોનો નાશ થાય છે. 



નોંધ - અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે webdunia.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.