રવિવાર, 27 નવેમ્બર 2022
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated: શનિવાર, 31 ઑક્ટોબર 2020 (13:08 IST)

શનિદેવની કૃપા જોઈતી હોય તો શનિવારે કરો આ કામ...

દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તેના જીવનમાંથી તકલીફો દૂર થવાનુ નામ લેતી નથી.. અનેક પ્રયત્નો છતા તકલીફ ઓછુ થવાનુ નામ નથી લેતી. તો સમજી લો કે જરૂર શનિની દ્રષ્ટિ તમારા પર છે.  શનિદેવને ન્યાય પ્રિય દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શનિદેવ ઇચ્છે તો રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવી દે છે. તેમને પ્રસન્ન કરવા લોકો જાત-જાતના ઉપાયો કરતા હોય છે. તેમને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે તેમની ખાસ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર શનિદેવના ગુરૂ ભગવાન શંકરજીએ તેમને ન્યાયધીશનો દરજ્જો આપ્યો છે. જેનો અર્થ છે કે, ભગવાન શનિદેવ બધા જ લોકોને તેમના કર્મોના હિસાબથી ફળ આપે છે. આજે અમે તમને બતાવીશું કે શનિવારે કઈ રીતે શનિદેવની પૂજા કરી તેમને ખુશ કરી શકાય છે.
 
– શનિવારે રાઈના તેલમાં દીપ પ્રાગટ્ય કરવો જોઇએ. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, દીપ તેમની પ્રતિમાની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવું જોઇએ.
– ઘરની આજુબાજુમાં જો શનિ મંદિર ન હોય તો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવું જોઇએ. વહેલી સવારે તાજા દૂધ પણ તેમને અર્પણ કરી શકાય છે.
– શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ.
– આ દિવસે કાળા ઉરદ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરી શકાય છે.
– તે પછી શનિ ચાલીસાનું પાઠ કરવું જોઇએ. છેલ્લે શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.
 
“ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:”
“ઓમ એં હ્લીં શ્રીશનૈશ્ચરાય નમ:”