1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2023 (16:05 IST)

Shani Pradosh Vrat 2023: આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે, આ મુહૂર્તમાં કરશો પૂજા અર્ચના

shani Pradosh
shani pradosh vrat- સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે.  શનિવારે પ્રદોષ ઉપવાસને કારણે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન શિવની સાથે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રમા આ દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય આ દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરશે. 
 
જ્યોતિષ મુજબ પ્રીતિ યોગમાં મેલ મિલાપ વધારવો, પ્રેમ વિવાહ કરવા અને પોતાના રિસાયેલા મિત્રો અને સગા સંબંધીઓ ને મનાવવામાં સફળતા મળે છે. આ ઉપરાંત ઝગડાથી નિપટારો કે સમજૂતી કરવા માટે પણ આ યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલ કાર્યથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે. 
 
1 જુલાઈ ના રોજ શનિ પ્રદોષ વ્રત, ભગવાન શિવની કૃપા મેળવવા માટે શનિદેવની પણ આ શુભ મુહૂર્તમાં કરો 
પૂજાનો શુભ સમય
શનિ પ્રદોષ પૂજા મુહૂર્ત - સાંજે 07:23 થી રાત્રે 09:24 સુધી
લાભ-પ્રગતિ મુહૂર્ત - સાંજે 07:23 થી રાત્રે 08:39 સુધી

Edited By-Monica Sahu