શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 25 મે 2017 (17:13 IST)

#Shani Jayanti આજે રાત્રે આ ખાસ ઉપાય કરવાથી પ્રસન્ન થઈ શકે છે શનિદેવ

ધાર્મિક હિસાબથી આજનો દિવસ ખૂબ જ શુભ છે. આજે 25 મેના દિવસે શનિ જયંતી છે. મતલબ આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો. 
 
આમ તો શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો જ જાણે કેવા કેવા ઉપાયો કરતા રહે છે. પણ લાખ કોશિશ છતા પણ કિસ્મત પર લાગેલ બંધ તાળા ખુલી શકતા નથી.  એવુ લાગે છે કે જાણે ભાગ્યએ સાથ છોડી દીધો હોય. 
 
પણ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે આજની રાત શનિદેવને પ્રસન્ન કરવાની રાત છે.  જો તેઓ તમારી ભક્તિથી પ્રસન્ન થઈ ગયા તો તમારી બંધ કિસ્મતના દરવાજા ખોલી શકે છે. 
 
સરસવના તેલમાં સિક્કા, ઘઉંનો લોટ અને જૂના ગોળથી તૈયાર કરેલા સાત પુઆ,  સાત આંકડાના ફૂલ, સિંદૂર, લોટથી તૈયાર કરેલા દીવામાં સરસવના તેલમાં ડુબાડેલુ રૂની વાટ મુકી શનિદેવની સામે દીવો પ્રગટાવો. 
 
રાત્રે કોઈ ચારરસ્તાના કિનારે આ દીવો મુકી આવો. દીવો મુકતી વખતે પ્રાર્થના કરો કે.. હે મારા દુર્ભાગ્ય તને અહી છોડીને જઈ રહ્યો છુ. કૃપા કરીને મારો પીછો ન કરીશ. આવુ કર્યા પછી ત્યાથી ચાલ્યા આવો અને પાછળ વળીને જોશો નહી. 
 
શાસ્ત્રીય મત મુજબ આ ઉપાયોને તમે શનિવારની દરેક રાત્રે પણ કરો તો તે વધુ લાભકારી સાબિત થશે.