મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 30 ઑક્ટોબર 2024 (14:51 IST)

શ્રી લક્ષ્મી માનો થાળ

maa laxmi no thal
શ્રી લક્ષ્મી માનો થાળ Lakshmi Mano Thal- 

જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
મારા પ્રેમની થાળી મે તો રસોઈ મારા હાથે બનાવી 
 
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
પીરસીને ધરિયો છે થાળ લક્ષ્મીજી જમવા પધારજો
 
મનગમતી વાનગી, ખુબ નાખ્યા ખાંડ-ઘી
આરોગો ભાવે કંસાર લક્ષ્મીજી જમવા પધારજો
 
તાજા કીધા છે શાક ભક્તનો ના જોશો વાંક
ભાવે જમો દિલડાની દાળ લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
 
મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે
સ્નેહ કેરા શાકની છે વાત લક્ષ્મીજી જમવા પધારજો
 
ઝારીમાં ભરિયા છે, પ્રેમ તણા વારી
ભક્તોની રાખજો ભાળ લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
 
સરયુનાં વારી છે, પાન બીડા વાળ્યા છે
અંતરના જોડ્યા છે લક્ષ્મીજી જમવા પધારજો
 
આરતી ઉતારશું ને ફૂલડાં વેરાવશું
લવિંગ સોપારીને પાન ખવરાવશું
તમ પર વારી વારી જાઉં લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો