સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 11 જાન્યુઆરી 2023 (08:11 IST)

Mangal Dosh Upay - મંગળના બધા દોષોનુ નિવારણ કરવા કરો આ ઉપાય

mangal dosh
Mangal Dosh જ્યોતિષીય માન્યતામાં મંગળનુ ખૂબ જ મહત્વ છે. એવુ કહેવાય છે કે જે જાતકની કુંડળીના 1, 4 હોય, 7 માં અને 12 માં વગેરે ભાવમાં મંગળ ગ્રહ આવે છે તો આવા જાતકની કુંડળી માંગલિક હોય છે. તેને કુજ દોષ પણ કહેવામાં આવે છે.  ક્યાક ક્યાક તો આ અંગારક દોષનુ સ્વરૂપ પણ લઈ લે છે. આવા જાતકોને વિવાહમાં મોડુ, મોડેથી ભાગ્યોદય, નોકરી વ્યાપારમાં પરેશાની વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  આવા જાતકો માટે મંગલ દોષ નિવારણ જ એક ઉપાય હોય છે. આ નિવારણ ભાત પૂજનથી શક્ય થઈ શકે  છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તેનુ નિવારણ કરવામાં આવે છે.  મોટા ભાગના સંખ્યામાં શ્રદ્ધાળુ ઉજ્જૈનના મંગળનાથ મંદિર આવીને ભાતપૂજન કરાવે છે. આ મંદિરના નજીક શિપ્રા કિનારે આવેલુ છે  અંગારેશ્વર મહાદેવ. અહી પણ મંગળ દોષ નિવારણ માટે ભાત પૂજા કરાવવામાં આવે છે.  
 
એવુ કહેવાય છે કે ભગવાન શિવે એક અસુરનો સંહાર કર્યો હતો. આ દરમિયાન ભગવાન શિવનો પરસેવો ઘરતી પર પડી ગયો.  ભગવાન શિવના પરસેવાની બૂંદથી અંગારક જનમ્યા. તેમના ઘરતી પર ઉત્પન્ન થતા જ ઘરતી પર ગરમી વધી ગઈ અને લોકો હાહાકાર કરવા લાગ્યા. ત્યારે દેવ અને ઋષિ ભગવાન શિવ અને શ્રી વિષ્ણુની પાસે ગયા અને તેમને આરાધના કરવાનુ કહ્યુ. જ્યાર પછી ભગવાને પ્રસન્ન થઈને ઔરવે અંગારેશ્વર સ્વરૂપમાં આ ક્ષેત્રમાં વિરાજમાન થયા. અહી મંગળદોષના નિવારણ નિમિત્ત પૂજન અર્ચન કરવા અને ભાત પૂજન કરાવવાથી શાંતિ મળે છે સાથે જ મંગળના બધા દોષોનુ નિવારણ પણ થાય છે.  ત્યારબાદ શ્રદ્ધાળુના લગ્ન શીધ્ર થઈ જાય છે અને તેમનુ ભાગ્યોદય થવા માંડે છે. સાથે જ મંગળના બધા દોષોનુ નિવારણ થાય છે. આ ઉપરાંત તેમને લાલ વસ્ત્રોનુ દાન અને મસૂરની દાળનુ દાન પણ ખૂબ જ લાભકારી હોય છે