રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

સોમવારે કરો ભગવાન શિવના વિશેષ ઉપાય, મળશે ભાગ્યનો સાથ અને થશે ધન લાભ

ભગવાન શિવ ખૂબ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. જો ભકત તેમની પૂજા નિયમસર કરે તો તે તેની બધી ઈચ્છાઓ પૂરી કરે છે તેથી જ તો શિવને ભોલેનાથ પણ કહે છે.
 
જ્ઞાનની પ્રાપ્તિ માટે
સોમવારે શિવનો અભિષેક દૂધમાં ખાંડ મિક્સ કરીને કરવાથી મગજ તેજ થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સોમવારે ઉત્તર દિશા તરફ મોઢુ કરીને ૐ નમ: શિવાયનો જાપ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.
 
અખંડ લક્ષ્મીના વાસ માટે
ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તે માટે લોઢાના વાસણમાં પાણી, ખાંડ, દૂધ તેમજ ઘી ઉમેરી અને તેને પીપળાના મૂળમાં પધરાવી દેવું. આ સિવાય તમે સોમવારે શિવજીને દૂધ અને પાણી મીક્ષ કરીને ચડાવી 
 
શકો છો. તે સમયે ‘ઓમ સોમેશ્વરાય નમ:’
મંત્રની માળા કરવી.
 
મનોકામના પૂર્તિ માટે
સોમવારે સવારે ઊઠી અને સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ અને શિવ મંદિરમાં જવું અને શિવલિંગ પર કાચુ દૂધ ચડાવવું. આ ઉપાય સાત સોમવાર સુધી કરવો. શિવજી મનની તમામ મનોકામના પુરી કરશે તેમજ 
 
કોઈપણ પ્રકારનો ગ્રહદોષ હશે તે દૂર થઈ જશે.
 
બીમારીથી છુટકારા માટે
સોમવારથી આ ઉપાય શરૂ કરવો. દર સોમવારે રાત્રિના સમયે કોઈપણ શિવમંદિરમાં જઈ શિવજીને કાચું દૂધ ચડાવવું અને ‘ઓમ જૂં સ:’ મંત્રનો જાપ કરવો. થોડા જ દિવસોમાં લાંબા સમયની માંદગીમાં પણ રાહત જોવા મળશે
 
ટેંશન દૂર કરવા માટે
કહેવાય છે કે ટેંશનને દૂર કરવ માટે સોમવારના દિવસે ખીર બનાવો અને સૌ પહેલા ભગવાન શિવને તેનો ભોગ લગાવો. રાત્રે જમ્યા પછી તમે તેને પોતે ખાવ.
સોમવારે રાત્રે સૂતા પહેલા ગાયત્રી મંત્રનો જાપ 9 વાર કરો. એવુ કહેવાય છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ટેંશન દૂર થાય છે.
 
જો તમે વધુ તનાવમાં રહો છો તો સોમવારે મૂન સ્ટોન ધારણ કરો. ધ્યાન રહે કે મૂન સ્ટોન ચાંદીના ચેન સાથે ધારણ કરવુ વધુ શુભ માનવામાં આવે છે. એટલુ જ નહી મૂન સ્ટોન સાથે આરોગ્ય સંબંધી સમ્સ્યા પણ દૂર થાય છે.