શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (11:38 IST)

Surya Pujan Vidhi સુર્યનું પુજન કેવી રીતે કરવુ જાણો આ છે સાચી રીત

સૂર્યદેવ સમગ્ર ગ્રહોન રાજા છે. નવ ગ્રહોમાં તેમનું સર્વોચ્ચ સ્થાન છે. સૂર્ય તેજોમય ગ્રહ તરીકે ઓળખાય છે.
રત્નઃ સૂર્યનું રત્ન માણેક છે.
વ્રત અને દાનઃ રવિવારે વ્રત, સૂર્યોપાસના કરવી અને સૂર્ય અર્ધ્ય આપવાથી લાભ થાય છે.
સૂર્ય મંત્રઃ
ૐ ધૃણિ: સૂર્ય આદિત્ય/ ૐ ઐ હ્રી હં સૂર્યાય નમઃ ।
આ મંત્રનો નિયમિત જપ કરવાથી વ્યક્તિને અપાર લાભ થાય છે.
સૂર્યનારાયણ વહેલી સવારે બ્રહ્મસ્વરૂપ હોય છે. મધ્યાહ્ન વેળાએ શિવસ્વરૂપ અને સાયંકાળે વિષ્ણુસ્વરૂપ હોય છે. ભગવાન આદિત્યદેવ માતા અદિતિના જ્યેષ્ઠ પુત્ર છે તેમના 
 
પિતા કશ્યપ છે. સૂર્યદેવ રોગ અને રોગાણુઓનો નાશ કરે છે અને સ્વાસ્થ્ય તેમજ ઊર્જા પેદા કરે છે. આરોગ્યદાયક ભાસ્કારાદિચ્છેત સૂર્ય પાસે આરોગ્યની કામના કરવામાં આવે 
 
છે.
સૂર્ય નમસ્કારઃ
આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશ-નિમતં મત્યંચ, ।
હિરણ્યયેન સવિતા રથેન દેવા યાતિ ભુવનામિપશ્યન્ ।।
ૐ મિત્રાય નમઃ, ૐ સૂર્યાય નમઃ, ૐ ખગાય નમઃ, ૐ હિરણ્યગર્ભાય નમઃ, ૐ મરિચયે નમઃ, ૐ આદિત્યાય નમઃ, ૐ સાવિત્રે નમઃ, ૐ અર્કાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ, ૐ 
 
ભાનવે નમઃ, ૐ પુણ્યે નમઃ
સૂર્ય નારાયણને અર્ધ્ય આપવાની વિધિઃ વહેલી સવારે સૂર્યોદયથી બે કલાક વહેલા શૌચ-સ્નાનાદિ કાળથી પરવારી, સ્વચ્છ કપડાં પહેરી તાંબાના પાત્રમાં સ્વચ્છ જળ ભરી એમાં 
 
થોડું લાલ ચંદન, લાલ ફૂલ કે ગુલાબની પાંદડી, ચોખાના દાણા નાખીને પૂર્વ દિશામાં મુખ રાખી – અર્ધ્ય આપવો
એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાશે જગત્યતે, અનુકમ્પયમાં ભક્તયા પ્રણતોસ્મિ દિવાકર ।
બાર મહિનાના
બાર સૂર્યદેવનાં નામઃ
ચૈત્ર માસઃ ધાતા. શ્રાવણ માસઃઈન્દ્ર. માગશર માસઃ અંશુમાન
વૈશાખ માસ – અર્યરા. ભાદરવા માસેઃ- વિવસ્વાન. પોષ માસઃ ભગ
જેઠ માસઃ- મિત્ર. આસો માસઃ પૂષા. મહા માસઃ ત્વષ્ટા
અષાઢ માસઃ વરુણ. કારતક માસઃ પર્જન્ય. ફાગણ માસઃ વિષ્ણુ
દરેક મહિને જે તે સૂર્યની મૂર્તિ પૂજા કરવી જોઈએ. એક સાથે બબ્બે સૂર્ય મૂર્તિ રાખીને પૂજા કરવાનો નિષેધ છે. શહેરના ફલેટોમાં સૂર્યને અર્ધ્ય આપવા સૂર્ય પ્રકાશમાં કૂંડામાં અર્ધ્ય આપવો જોઈએ. પણ સૂર્યના અર્ધ્યનું પાણી ગમે ત્યાં નાખવું ન જોઈએ.