બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

કોઈ પણ માસના સુદ પક્ષના શુક્રવારના દિવસે વ્રતનો આરંભ કરો. ઓછામાં ઓછા 21 શુક્રવાર સુધી વ્રત કરવું. જો ઘરમાં અશાંતિ અને ધનની ઊણપ હોય તો પતિ-પત્નીએ સાથે મળીને આ વ્રત કરવું. સાંજે મીઠા રહિત ભોજન કરવું. ખીરનો ભોગ ધરાવવો અને ત્યારબાદ થોડી ખીર કુંવારી કન્યાઓને ખવડાવવી. પછી પોતે પણ ખીરનો પ્રસાદ ગ્રહણ કરવો.
 
વ્રતના દિવસે પ્રાતઃકાળે ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ સફેદ વસ્ત્રો ધારણ કરવાં. લાલ ચંદનનું કપાળે તિલક કરવું. ત્યારબાદ માતા લક્ષ્મીજીની ર્મૂતિ અથવા શ્રીયંત્રને સૌ પ્રથમ પ્રણામ કરવા. પછી જળથી અભિષેક કરવો. ગંગાજળ, ગુલાબજળ અને પંચામૃતથી પણ અભિષેક કરવો. પછી ર્મૂતિ અથવા શ્રીયંત્રને પાટલા કે બાજઠ પર લાલ વસ્ત્ર પાથરીને સ્થાપિત કરવું.
 
હવે લક્ષ્મીજી કે શ્રીયંત્રને લાલ ચંદન અને કેસરનું તિલક કરવું. પછી ધૂપ-દીપ કરી, નૈવેદ્ય અને ફળ, પાન-સોપારી અર્પણ કરવા. આટલું કર્યા પછી લક્ષ્મીજીના નીચે લખેલા મંત્રના એકવીસ હજારની સંખ્યામાં જાપ કરવા. મંત્રઃ ॐ શ્રીં નમઃ । પછી માંને વિનવણી કરી પોતાના ઈચ્છિત માંગી ફળ આપવા પ્રાર્થના કરવી. નીતિ સાફ રાખવી અને સમય સુધારવા ઈશ્વર કૃપા માંગવી. આ રીતે વ્રત કરવાથી ચોક્કસ ફળે જ છે. 
સાંભળો વૈભવ લક્ષ્મી વ્રત કથા ....