રોગોથી મુક્તિ અપાવવાની શક્તિ આપે છે ગંગાજળ, નિયમિત કરો પ્રયોગ

gangajal
Last Modified સોમવાર, 17 મે 2021 (09:26 IST)
મા ગંગા બધાનો ઉદ્ધાર કરનારી છે. તેમની કૃપાથી દુર્ભાગ્ય દૂર થાય છે. સંકટથી મુક્તિ માટે ગંગાની ઉપાસના ખૂબ મહત્વની છે
એવુ કહેવાય છે કે ગંગાજળના સ્પર્શ માત્રથી જ કષ્ટોથી મુક્તિ મળે છે. ગંગાળથી સ્નના કે આ પવિત્ર જળનુ સેવન કરવાથી અનેક રોગોનુ સંકટ ટળી જાય છે.
ગંગાજળ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં ગંગાજળનો પ્રયોગથી અનેક દોષ દૂર કરવા વિશે જણાવ્યુ છે આવો જાણીએ તેના વિશે..

- દર સોમવારે ભગવાન શિવને ગંગા જળથી અભિષેક કરો. આ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા રહે છે.
- માણસ અને વસ્તુ ગંગા જળના માત્ર સ્પર્શથી શુદ્ધ થાય છે.
- કોઈ પણ પૂજાને ગંગા જળ વિના
અધૂરી માનવામાં આવે છે.
- ઘરમાં સાફ સફાઈ પછી સ્નાન કરીને પૂજા કરો અને ગંગાજળ છાંટો. દરેક રૂમમાં ગંગા જળ છાંટવુ. આ મનને શાંત રાખે છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થતો નથી.
- ગંગાજળના સેવનથી ન્યુમોનિયા, મગજનો તાવ જેવા રોગોથી મુક્તિ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે ગંગા જળના ઉપયોગથી આઠથી વધુ બીમારીઓનો ઈલાજ શક્ય છે.
- એવું માનવામાં આવે છે કે ગંગા જળને ઘરે રાખવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિ કાયમ રહે છે.
- દૂષિત હાથથી ગંગાના પાણીને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ.
-
પવિત્ર ગંગાજળ હંમેશાં તાંબા અથવા ચાંદીના વાસણમાં મુકવુ જોઈએ.
- ઘરમાં જ્યા ગંગા જળ મુકો ત્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દરરોજ ગંગાજળનું પાણી પીવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને લાંબુ જીવન મેળવે છે.


આ પણ વાંચો :