રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 6 માર્ચ 2024 (10:32 IST)

વિજયા એકાદશીની વ્રત કથા / vijaya ekadashi vrat katha in gujarati

vijaya ekadashi vrat katha in gujarati
વિજયા એકાદશીનું મહત્વ - વિજયા એકાદશીનુ જેવુ નામ છે ઠીક એ જ રીતે આ વ્રતનએ કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા. વિજય એકાદશીનુ મહત્વ પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણમાં જોવા મળે છે  એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. 
 
વિજયા એકાદશીનુ મહાત્મયને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે.  આ ઉપરાંત વિજયા એકાદશીનુ વ્રત રાખવાથી મનુષ્યનુ આત્મબળ પણ વધે છે.  વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે. એટલુ જ નહી વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે. 
 
 
જાણો વિજયા એકાદશીની વ્રત કથા 
 
ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :” હે જનાર્દન !મહા માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ શું છે ?તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો .”
 
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :”હે રાજન ! મહામાસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ વિજયા છે .તેના વ્રત ના પ્રભાવ થી મનુષ્ય ને વિજય મળે છે .આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ – પઠન  થી સમસ્ત પાપ નષ્ટ થાય છે .”
 
એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજી ને પૂછ્યું :”હે બ્રહ્માજી !તમે મને મહા માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું વ્રત વિધાન બતાવો .”બ્રહ્માજી બોલ્યા :” હે નારદ ! વિજયા એકાદશી નું વ્રત પ્રાચીન અને નવા પાપો ને નષ્ટ કરનાર છે .”
 
ત્રેતાયુગ માં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ને જયારે ચૌદ વર્ષ નો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહીત પંચવટી માં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજી નું હરણ કર્યું . આથી તેઓ વ્યાકુળ બની સીતાજી ની શોધ માં નીકળી પડ્યા .ફરતા ફરતા તેઓ મરણાસન્ન જટાયુ ની પાસે પહોચ્યા .જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગ લોક ચાલ્યો ગયો .થોડા આગળ વધી ને શ્રી રામ ની સુગ્રીવ સાથે મિત્રતા થઇ અને વાલી નો વધ કર્યો .શ્રી હનુમાનજી રામચંદ્રજી ની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યાં .શ્રી રામચંદ્રજી એ સુગ્રીવ ની સંમતિ લઈને વાનરો અને રીંછો ની સેના સહીત લંકા તરફ પ્રસ્થાન કર્યું .જયારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે મહાન ,અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમને શ્રી લક્ષ્મણજી ને કહ્યું :’હે લક્ષ્મણ !આ મહાન અગાધ સમુદ્ર ને કઈ રીતે પર કરી શકીશું ?”
 
ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા : ” હે રામજી ! તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો .અહીં થી લગભગ અડધા યોજન ની દુરી ઉપર કુમારી દ્વીપ માં બક્દાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામ ના બ્રહ્મા ને જોયા છે .તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો.” લક્ષ્મણજી ના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બક્દાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરી ને બેઠા .મુનીએ તેમને પૂછ્યું ,”હે રામજી ! તમે ક્યાંથી પધાર્યા છો ?”
 
શ્રી રામજી બોલ્યા :”હે મહર્ષિ !હું મારી સેના સહીત અહીં આવ્યો છું અને રાક્ષસો ને જીતવા લંકા જઈ રહ્યો છું .”
 
બક્દાલભ્ય ઋષિ બોલ્યા :” હે રામજી ! હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું .મહામાસ ના કૃષ્ણ પક્ષ ની વિજયા એકાદશી નું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પર કરી શકશો અને તમારો વિજય થશે .હે રામજી ! આ વ્રત ની વિધિ એ છે કે દસમ ના દિવસે સોના, ચાંદી ,તાંબા કે માટી કોઈ પણ એક નો કળશ બનાવવો .આ ઘડા માં પાણી ભરી તેના ઉપર પાંચ પલ્લવ રાખી ને વેદિકા ઉપર સ્થાપન કરવું .એ કળશ ના નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા .તેના ઉપર શી નારાયણ ભગવાન ની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી .એકાદશી ના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મ થી પરવારી ધૂપ, દીપ,નૈવેધ ,નારિયેળ આદિ થી ભગવાન નું પૂજન કરવું .એ સમસ્ત દિવસ ભક્તિ પૂર્વક કળશ ની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રી માં પણ એ રીતે બેસી ને જાગરણ કરવું જોઈએ .દ્વાદશી ના દિવસે નદી અથવા તળાવ માં સ્નાન કર્યા પછી આ કળશ ને બ્રાહ્મણ ને આપી દેવો .હે રામ ! જો તમે આ વ્રત ને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો .”
 
શ્રી રામચંદ્રજી એ મુની આજ્ઞા અનુસાર વિધિ પૂર્વક વિજયા એકાદશી નું વ્રત કર્યું અને તેના પ્રભાવ થી દૈત્યો ના ઉપર વિજય મેળવ્યો .અત: હે રાજન ! જે મનુષ્ય આ વ્રત ને વિધિ પૂર્વક કરશે તેનો બન્ને લોક માં વિજય થશે