મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 25 મે 2024 (00:48 IST)

Nautapa 2024: આજથી શરૂ નૌતપા, સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે, જાણો આ દરમિયાન શું કરવું જોઈએ ?

rohini nakshtra
Nautapa 2024:  25મી મેથી નૌતપા શરૂ થઈ રહ્યો  છે. આ દરમિયાન સૂર્ય ભગવાન આકાશમાંથી અગનગોળા વરસાવે છે. રોહિણી દરમિયાન લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં, નૌતપા શબ્દ તીવ્ર ગરમીના સમયગાળાને દર્શાવે છે જે નવ દિવસ સુધી ચાલે છે. નૌતપામાં ભગવાન સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ સાથે આ સમય દરમિયાન દાન કરવું પણ પુણ્યનું ગણાય છે. તો ચાલો જાણીએ કે નૌતપા ક્યારે સમાપ્ત થશે અને આ દરમિયાન ભયંકર ગરમી કેમ પડે છે.
 
નૌતપામાં ભીષણ ગરમી કેમ પડે છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી પર સૌથી વધુ ગરમી પડે છે. સૂર્ય રોહિણી નક્ષત્રમાં નવ દિવસનું પરિભ્રમણ  કરતો હોવાથી આ નવ દિવસોને નૌતપા નામ આપવામાં આવ્યું હતું. જ્યોતિષશાસ્ત્રમાં થઈને જ લોકપ્રિય બન્યો હતો નૌતપા શબ્દ.  જો નૌતપા દરમિયાન વરસાદ પડે તો આખું વર્ષ સારો વરસાદ પડશે તેવું માનવામાં આવે છે. તેનો અર્થ એ કે, પ્રાચીન સમયમાં, નૌતપા ખૂબ જ મહત્વપૂર્ણ સમયગાળો હતો. આ સમય દરમિયાન, ખેડૂતો હવામાનની સ્થિતિનું અવલોકન કરીને પાકનું ભાવિ કેવું હશે તે શોધી કાઢતા હતા.
 
નૌતપા દરમિયાન શું કરવું જોઈએ?
નૌતપા દરમિયાન ભગવાન સૂર્યની ઉપાસનાનું ઘણું મહત્વ છે. સૂર્યદેવની ઉપાસનાથી વ્યક્તિનું તેજ તો વધે જ છે સાથે જ  જીવનમાં સમૃદ્ધિ પણ આવે છે. આ સાથે જ નૌતપાના સમયે પાણીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ સમયે, ગરમી તેની ચરમસીમા પર હોય છે, તેથી જો કોઈને તરસ લાગી હોય, તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો. નૌતપાના સમયે પાણીની સાથે-સાથે અન્ય વસ્તુઓનું દાન કરવું પણ ફાયદાકારક છે.
 
નૌતપા 2024 ક્યારે સમાપ્ત થશે?
 નૌતપા 25મી મેના રોજ શરૂ થશે, જે 2જી જૂને સમાપ્ત થશે. 25મી મેના રોજ સૂર્ય રોહિણી રાષ્ટ્રમાં પ્રવેશ કરશે અને 2જી જૂન સુધી અહીં રહેશે. 2 જૂન પછી સૂર્ય મૃગાશિરા નક્ષત્રમાં જશે. જ્યાં સુધી સૂર્ય ભગવાન રોહિણી નક્ષત્રમાં રહે છે ત્યાં સુધી પૃથ્વી પર તીવ્ર ગરમી રહે છે.