ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2023 (08:58 IST)

શનિદોષ ઉપાય - દર શનિવારે આ ઉપાય કરવાથી દૂર થશે શનિ દોષ

શનિદોષથી પીડિત જાતકોએ ભગવાન શિવ, સૂર્ય, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવ, સૂર્ય અને હનુમાનની આરાધના કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડા શાંત થઈ જાય છે.
 
શનિ દોષ નિવારણ માટે નિત્ય ભગવાન શિવના પંચાક્ષર મંત્ર 'ૐ નમ: શિવાય'નો જપ કરવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્ર ‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે । સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।। કરવો જોઈએ.
 
આ ઉપરાંત સૂર્ય નારાયણના 'ૐ ઘૃણિ સૂર્યાય નમ: મંત્રનો જાપ અને 'આદિત્ય હૃદય સ્તોત્ર'નો સવારે પાઠ કરવો જોઈએ.
 
હનુમાનજી બનાવે બગડેલા કામ : શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે અને મંગળવારે મહાવીર હનુમાનજીની આરાધના કરો. 'ૐ હનુમતે નમ"' મંત્રનો જાપ કરવો જોઈએ. નિત્ય 'હનુમાન ચાલીસા' અને 'સુંદરકાંડ' નો પાઠ કરવાથી અશુભ સમયમાં અશુભ પ્રભાવોમાં ચોક્કસ કમી જોવા મળે છે.