ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 13 નવેમ્બર 2018 (11:35 IST)

હિન્દુ ધર્મમાં આ કારણે કરવામાં આવે છે પૂજામાં તાંબાનો ઉપયોગ

હિન્દુ ધર્મમાં ભગવાનની આરાધના કરવાને લઈને અનેક પ્રકારના નિયમ બતાવ્યા છે. આ નિયમોમાંથી એક છે પૂજા માટે તાંબાના વાસણનો પ્રયોગ કરવો. અનેક વિદ્વાનોનુ કહેવુ છે કે તાંબાથી બનેલ વાસણ એકદમ શુદ્ધ હોય છે.  એવુ એ માટે કારણ કે તેને બનાવવા માટે કોઈપણ અન્ય ધાતુનો ઉપયોગ નથી કરવામાં આવતો. તાંબાના વાસણનો ઉપયોગ કરવા પાછળ એક કથાનુ વર્ણન કરવામાં આવ્યુ છે. કથા કંઈક આ પ્રકારની છે.  
 
વરાહ પુરાણ મુજબ પહેલાના સમયમાં ગુડાકેશ નામનો એક રાક્ષસ રહેતો હતો. રાક્ષસ હોવા છતા તે ભગવાન વિષ્ણુનુ ખૂબ મોટો ભક્ત હતો. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તે ઘોર તપસ્યા કરતો હતો. રાક્ષસ દ્વારા કરવામાં આવેલ તપસ્યાથી પ્રસન્ન થઈને એક દિવસ વિષ્ણુજીએ તેની સામે પ્રકટ થયા અને એ રાક્ષસને વરદાન માંગવાનુ કહ્યુ. 
 
એ દરમિયાન ગુડાકેશે ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગતા કહ્યુ કે - તમારા ચક્રથી મારુ મૃત્યુ થાય અને મારુ આખુ શરીર તાંબાના રૂપમાં બદલાય જાય. એ તાંબાનો ઉપયોગ તમારી પૂજા માટે બનાવેલ વાસણમાં થાય અને એવી પૂજાથી આપ પ્રસન્ન થાવ. તેનાથી તાંબુ અત્યંત પવિત્ર ધાતુ બની જશે. 
 
ભગવાન વિષ્ણુએ રાક્ષસ ગુડાકેશને આ વરદાન આપ્યુ અને સમય આવતા ચક્રથી તેના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા.   જ્યારબાદ ગુડાકેશના માંસથી તાંબા, રક્તથી સોનુ, હાડકાથી ચાંદીનુ નિર્માણ થયુ. આ જ કારણ છે કે ભગવાનની પૂજા માટે હંમેશા તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે.