રામાયણમાં રામ રાજ્ય સ્થાપિત
થયા પછીની કથા ખૂબ ઓછા લોકો જાણે છે. શુ તમને ખબર છે કે રામ કથાનુ સમાપન કેવી રીતે થયુ. અને અવતારોએ પોતાનુ શરીર કેવી રીતે છોડ્યુ. આવો જાણીએ પૂરી રોચક કથા.
- રામાયણના સમાપનની કથા શરૂ થાય છે સીતાની અગ્નિ પરીક્ષા પછી. જ્યારે માતા સીતા વિશે પ્રજામાં આ અફવા ફેલાવવી બંધ નથી થતી કે રાવણની લંકામાં રહેવાથી સીતા અશુદ્ધ થઈ ચુકી છે. છતા રામજીએ તેમને મહેલમાં રાખી છે.