1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (08:19 IST)

Yashoda Jayanti 2022: જાણો ક્યારે યશોદા જયંતિ, પૂજા વિધિ, ષષ્ઠીનું મહત્વ અને તિથિ

Yashoda Jayanti 2022
ફાલ્ગુન મહિનામાં, કૃષ્ણ પક્ષની છઠ્ઠના દિવસે માતા યશોદાની જયંતિ ઉજવાય છે. માન્યતા અનુસાર આ દિવસે માતા યશોદાનો જન્મ થયો હતો, આ દિવસે માતા યશોદાની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
 
આ વર્ષે યશોદા જયંતિ 22 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે માતા યશોદાએ ભગવાન કૃષ્ણનો ઉછેર કર્યો હતો, જ્યારે તેમનો જન્મ માતા દેવકીના ગર્ભથી થયો હતો. યશોદા જયંતિનો દિવસ માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ દર્શાવે છે. આ દિવસે, માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને પ્રગતિ માટે પૂજા અને ઉપવાસ કરે છે.
 
યશોદા જયંતિ: પૂજા વિધિ
- સવારે ઉઠીને સ્નાન કરો અને સાફ વસ્ત્રો પહેરો.
- એક પાટલા લો અને તેના પર થોડું ગંગાજળ છાંટો અને લાલ કપડું ફેલાવો.
- હવે ચોકી ઉપર કલશ રાખો. 
- આ પછી માતા યશોદાના ખોળામાં બેઠેલા બાળ ગોપાલનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો.
- હવે માતા યશોદાને લાલ રંગની ચુનરી ચઢાવો.
- કુમકુમ, ફળ, ફૂલ, મીઠી રોટલી, પંજીરી, માખણ વગેરે તમામ વસ્તુઓ માતા યશોદાને અર્પણ કરો.
- માતા યશોદાની સામે ધૂપ અને દીવો પ્રગટાવો.
- માતા યશોદા અને ભગવાન શ્રી કૃષ્ણની વિધિ-વિધાનથી પૂજા કરો.
- યશોદા જયંતિની કથા સાંભળો અને માતા યશોદાનું ધ્યાન કરો.
- આરતી કરો, પ્રસાદ ચઢાવો અને પ્રસાદ વહેંચો.