ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 31 મે 2020 (11:59 IST)

એશ્વર્ય અને ખ્યાતિમાં વૃદ્ધિ માટે રવિવારે કરો આ મંત્રનો જાપ

રવિવારે સૂર્યદેવની પૂજા કરવાનુ વિધાન છે.  તેમની પૂજા અને મંત્ર ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને રોગમુક્ત શરીર, એશ્વર્ય અને ખ્યાતિ મળે છે અને ભાગ્ય સંબંધી ચિંતાઓ દૂર થાય છે. 
 
 
પૂજન વિધિ  - રવિવારના દિવસે ખુલ્લા આકાશ નીચે બેસો. પૂર્વ દિશા તરફ મોઢુ કરીને શુદ્ધ ઉનથી બનેલ આસન પર વિરાજમાન થયા પછી કાળા તલ, જવ, ગૂગળ, કપૂર અને શુદ્ધ ઘીને મિક્સ કરીને હવાન બનાવો. હવે કેરીના ઝાડની લાકડીઓથી આગ પ્રજવલ્લિત કરીને કથિત મંત્રનો જાપ કરી 108 આહુતિયો આપો. 
મંત્રનો જાપ કરો 
 
રવિવારના દિવસે આ મંત્રનો જાપ કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો, દુખ-દરિદ્રતાનો નાશ અને બીમારી તેમજ દોષોથી મુક્તિ મળે છે. 
 
ૐ હ્વીં ઘૃણિ: સૂર્ય આદિત્ય: ક્લી ૐ 
 
આસન પર બેસીને આ મંત્રનુ 100 વાર ઉચ્ચારણ કરો. જાપ કરતી વખતે બંને આઈબ્રોની વચ્ચે સૂર્યદેવનુ ધ્યાન કરો. 11 દિવસ આ રીતે કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે. 
 
મંત્રના સમયનુ રાખો ધ્યાન 
 
- રોજ સ્નાન વગેરે પછી તાંબાના પાત્રમાં જળ ભરીને આ મંત્રનુ ઉચ્ચારણ કરી સૂર્યદેવને અર્ધ્ય આપો. 
- અર્ધ્ય આપતી વખતે જળ ધરતી પર ન પડે આ માટે એક વધુ તાંબાનું વાસણ નીચે મુકો. 
- ઉપરોક્ત મંત્રનો 108 વાર જાપ કરો. 
- આવુ કરવાથી જીવન, સ્વાસ્થ્ય, એશ્વર્ય અને ખ્યાતિમાં વધારો થાય છે.