શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ઇસ્લામી કલમે

N.D

પહલા કલમા તય્યબ

લા-ઇલા-હ-ઇલ્લલ્લાહુ મોહમ્મદુર રસૂલુલ્લાહ.

તર્જુમા- અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી. હજરત મુહમ્મદ મુસ્ત ફા સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ અલ્લાહ તઆલાના રસૂલ છે.

દૂસરા કલમા શહાદત

અશ્હદુ અલ્લાઇલા-હ-ઇલ્લલ્લાહુ વહદહૂ લા શરી- કા લહૂ વ અશ્હદુ અન-ન મુહમ્મદન અબ્દુહૂ વ રસૂલુહૂ.

તર્જુમા- હું ગવાહી આપુ છુ કે અલ્લાહ સિવાય કોઈ એબાતને લાયક નથી તે એકલો જ છે, તેનો કોઈ શરીક નથી અને હું ગવાહી આપુ છુ કે (હજરત ) મુહમ્મદ મુસ્ત ફા સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ ઉસકે બંદે અને રસૂલ છે.

ત્રીજો કલમા તમ્જીદ

સુબહનલ્લાહિ વલ્‌ હમ્દુ લિલ્લાહિ વ લા ઇલા-હ ઇલ-લલ્લાહુ વલ્લાહુ અક્બર વલા હૌલા વ કૂ-વ-ત અલ્લા બિલ્લાહિલ અલીયિલ અજીમ.

તર્જમા- અલ્લાહ તઆલા દરેક ઐબથી પાક છે અને તમામ શરીફ અલ્લાહ તઆલા માટે જ છે અલ્લાહ તઆલા સિવાય કોઈ ઇબાત માટે લાયક નથી અને અલ્લાહ તઆલા ખુબ જ મોટો છે અને તાકત તેમજ કુવ્વત આપનાર અલ્લાહ તઆલા જ છે જે મોટો આલીશાન અને બડી અજમતવાળો છે.

ચૌથો કલમા તૌહીદ

લા ઇલા-ઇલ્લાલ્લાહો વહદહૂ લા શરી-કા લહૂ લહુલ મુલ્કુ વ લહુલ હમ્દુ યુહયી વ યુમીતુ વહુ-વ હૈયુલ લા યમૂતુ અબ-દન અ-બ-દા જુલ જલાલિ વલ ઇકામિ બિયદહિલ ખૈર વ હુવા આલા કુલ્લિ શૈઇન કદીર.

તર્જમા- અલ્લાહ આલા સિવાય કોઈ ઇબાને લાયક નથી તે એકલો જ છે, તેનું કોઈ શરીક નથી, તેની જ બાદશાહી છે અને તેના માટે જ બધી તારીફ છે. તે જ જીંદગી આપે છે અને તે જ મારે છે અને તે હમેશા-હમેશા માટે જીવતો છે જે કદાપિ મરશે નહીં. તે મોટોઅજ્મત અને બુજુર્ગીવાળો છે.

પાંચમી કલમા અસ્ત ગ્ફાર

અસ્ત ગ્ફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લિ જંબિમ અજનબતુહૂ અ-મ-દન અવ ખ-ત -અન સિર્રવ વ અલા નિય-તંવ-વ અતૂબૂ ઇલૈહિ મિનજ્જમ્બિલ-લજી આલમુ વ મિનજ જમ્બિલ્લજી લા આલમુ ઇન-ન-ક અન-ત અલ્લામલ ગુયૂબિ વ સત્તા રુલ ઉયૂબિ વ ગફ્‌ફારુજ્જુનૂબિ વલા હૌ-લ વલા કુવ-વ-તા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અજીમ.

તર્જમા- હુ અલ્લાહથી માફી માંગુ છુ જે મારો પરવરદગાર છે. મે જાણી જોઈને કે ભુલથી જે કંઈ પણ ગુના કર્યા, છુપાઈને કે ખુલ્લેઆમ તો હુ તોબા કરૂ છું કે હુ તે ગુનાહોની માફી માંગુ છું. તુ જ જાણનારો છે છુપી વાતોનો અને તુ જ તેમને છુપાવનારો છે. અને તુ જ ગુનાહોને માફ કરનારો છે. સરુ કામ કરવાની કુવ્વત તારી તરફથી જ છે.

છઠ્ઠી કલમા રદ્દે કુફ

અલ્લાહુમ-મ ઇન્ની અઊજુ બિ-ક મિન અન ઉશ્રિ-કા બિ-કા શૈઅંવ-વ અના અઅલમુ બિહી વ સ્ત ગફિરુક લા અઅલમુ બિહીતુબ્તુ અન્હ વ તબર્રઅતુ મિનલ કુફિ વશ-શિર્કિ વલ કિજ્બે વલ ગીબતિ વલ બિદઅતિ વન-નમીમતી વલ ફવાહિશિ વલ બહુતાનિ વલ મઆસી કુલ્લિહા વ અસ્લમ્તુ વ અકૂલુ લા ઇલાહા ઇલ્લાલ્લાહો મુહમ્મદુર રસૂલુલ્લાહ.

તર્જમા- હે અલ્લાહ! હુ તારી શરણ માંગું છું. તે વાતથી કે કોઈ ચીજને તારી શરીક બનાવું અને માંફી માંગુ છુ મારા તે ગુનાહોની જેની મને ઈલ્મ નથી. મે તે ગુનાહોથી તૌબા કરી અને બે-જાર થયો. કુફથી અને શિર્કથી અને ઝૂઠથી અને ગીબતથી અને બિદ્‌અતથી અને ચુગલીથી બેહયાઈથી કામોંથી અને તોહમત લગાવવાથી દરેક પ્રકારની ના-ફરમાનિયોંથી અને હુ માન લાવ્યો અને હું કહુ છુ કે અલ્લાહના સિવાય કોઈ મઅબૂ નથી. હજરત મુહમ્મદ મુસ્ત ફા સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ અલ્લાહ તઆલા કે રસૂલ હૈં

ઈમાને મુજમલ

આમન્તુ બિલ્લાહિ ક-મા હુવા બિઅસ્માઇહી વ સિફાત હિ વ કબિલ્ત ુ જમી-અ અહકામિહિ.

તર્જમા- હું ઈમાન લાવ્યો અલ્લાહ તઆલા પર જેવું કે તે પોતાના નામોં અને પોતાની સિફતોંને સાઃ છે અને મૈં તેના બધા જ હુક્મોંને કુબૂલ કર્યાં.