રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

અલ્લાહના નામ -1

N.D
1. અલ્લાહ
આ અલ્લાહનું જાતી નામ છે જે અલ્લાહના નામોની અંદર સૌ પ્રથમ આવ્યું હતું. બાકી બધા નામ સિફાતી (ગુણાત્મક) છે.

જે વ્યક્તિ 1000 વખત 'યા અલ્લાહ' વાંચશે તેની મનની બધી જ ઈચ્છાઓ પુર્ણ થઈ જશે અને વિશ્વાની શક્તિ મેળવશે. જે રોગીનો કોઈ ઈલાજ ન થઈ શકતો હોય તે ગણતરી કર્યા વિના 'યા અલ્લાહ' પઢશે અને દુઆ કરશે તો ઈંશાઅલ્લાહ તે સારો થઈ જશે. જે વ્યક્તિ જુમાના દિવસે પવિત્ર થઈને એકાંતમાં બસો વખત વાંચશે તેની મુશ્કેલીઓ દૂર થઈ જશે.

2. અર-રહમાન (ખુબ જ દયા કરનાર)
જે વ્યક્તિ દરરોજ દરેક નમાઝ પછી 100 વખત 'યા રહેમાન' વાંચશે તેના દિલની દરેક પ્રકારની સખ્તી અને સુસ્તી દૂર થઈ જશે, ઈંશાહાલ્લાહ.

3 અર-રહિમ (ખુઅ જ કૃપા કરનાર)
જે વ્યક્તિ દરરોજ નમાઝ પછી 100 વખત 'યા રહીમ' પઢશે તે બધા જ સાંસારિક કષ્ટમાંથી બચેલો રહેશે અને બધી જ મખલુક (સૃષ્ટિ) તેની પર મહેરબાન રહેશે ઈંશાહાલ્લાહ.

4. અલ-મલિક (બધાનો સ્વામી)
જે વ્યક્તિ દરરોજ ફજ્રની (સવારની) નમાઝ અદા કર્યા બાદ યા મલિક ગણતરી કર્યા વિના માત્રામાં પઢશે તો અલ્લાહ તાલા તેને ઘણી બના આપશે.

5. અલ-કુદ્દુસ (ખુબ જ પવિત્ર)
જે વ્યક્તિ દરરોજ બપોર પહેલાં યા કુદ્દુસ ગણ્યા વિના પઢશે તેનું હૃદય વિકારોથી પાક થઈ જશે.

6. અસ-સલામ (નિષ્કલંક)
જે વ્યક્તિ ગણ્યા વિના યા સલામ વાંચતો રહેશે તે બધી જ મુશ્કેલીઓથી બચેલો રહેશે. જે વ્યક્તિ 115 વખત વાંચીને બીમાર પર ફુંકશે અલ્લાહ ત'આલા તેને સાજો કરી દેશે. જો દર્દીના ઓશીકાની પાસે બંને હાથ ઉઠાવીને 39 વખત જોરથી વાંચે જેને દર્દી સાંભળી લે ઈંશા અલ્લાહ તે દર્દી સાજો થઈ જશે.

7. અલ-મુ મિન (ઈમાન આપનાર)
જે વ્યક્તિ કોઈ પણ ભયને સમયે 630 વખત આ મુ મિન વાંચશે તે દરેક પ્રકારની ભય અને હાનિથી બચી જશે. જે વ્યક્તિ આ નામને લખીને પોતાની પાસે રાખશે અને તેને ગણ્યા વિના વાંચશે તે કોઈ પણ શંકા વિના અલ્લાહની શરણમાં જ રહેશે.

8. અલ-મુહૈમિન (ચોકસી કરનાર)
જે વ્યક્તિ સ્નાન કરીને બે વખત નમાઝ પઢશે અને શુદ્ધ મનથી 100 વખત મુહૈમિન પઢશે, અલ્લાહ તાઅલા તેને અંદરથી અને બહારથી પવિત્ર કરી દેશે. જે વ્યક્તિ 115 વખત પઢશે ઈંશા અલ્લાહ તેની પર છુપાયેલી બધી જ વસ્તુઓ ખુલી જશે.

9. અલ-અજીજ (અવિજયી)
જે વ્યક્તિ 40 દિવસ સુધી 40 વખત યા અજીજ પઢશે અલ્લાહ ત'આલા તેને ઈજ્જતદાર બનાવશે. જે વ્યક્તિ ફજ્રની નમાઝ બાદ 41 વખત પઢતો રહેશે તે ઈંશા અલ્લાહ કોઈનો પણ આશ્રિત ન રહેતાં અનાદર બાદ આદર મેળવશે.

10. અલ્-જબ્બાર (સૌથી શક્તિમાન)
જે વ્યક્તિ દરરોજ સવારે અને સાંજે 226 વખત જબ્બાર પઢશે ઈંશા અલ્લાહ જાલિમોથી મુક્ત રહેશે અને જે વ્યક્તિ ચાંદીની વીંટી પર લખાવીને તેને પહેરશે તેનો ભય અને સન્માન લોકોમાં વધી જશે. અને તે જ અલ્લાહ પોતાના બંદાઓની ઉપર શક્તિમાન છે અને મહાન છે.