શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

અલ્લાહના 99 નામ- પાર્ટ 2

N.D
૧૧. અલ્‌-મુ-ત-કબ્બિર (બડાઈ અને બુજુર્ગી વાલા)
જે વ્યક્તિ બિલા હિસાબ યા મુ-ત કબ્બિર પઢશે અલ્લાહ ત'આલા તેને ઇજ્જત તેમજ બડાઈ આપશે અને દરેક કામની શરૂઆતમાં આ નામ બેહિસાબ પઢશે તે ઇન્શા અલ્લાહ તે કાર્યમાં સફળ થશે.

૧૨. અલ્‌-ખાલિક (પેદા કરનાર)
જે વ્યક્તિ સાત રોજ સુધી બરાબર ૧૦૦ વખત કે ખાલિક પઢશે ઇન્શા અલ્લાહ બહી જ મુશ્કેલીઓથી બચીને રહેશે. જે વ્યક્તિ હમેશા પઢતો રહેશે તેને અલ્લાહ પવિત્ર ફરિશ્તા બનાવી દે છે, જે તેમની તરફથી જ ઇબાદત કરે છે અને તેમનો મુખ પ્રકાશમાન રહે છે.

૧૩. અલ્‌-બારી (જીવ નાંખનાર)
જો બાઁઝ સ્ત્રી સાત રોજા રાખશે અને પાણીથી અફ્તાર કર્યા બાદ ૨૧ વખત અલ્‌-બારિ-ઉલ-મુ઼સવ્વિર પઢશે તો ઇન્શા અલ્લાહ તેને પુત્ર નસીબ થશે.

૧૪. અલ્‌-મુ઼સવ્વિર (આકાર આપનારા)
જુઓ અલ્‌-બારી.

૧૫. અલ્‌-ઇફ્ફાર (ક્ષમા કરનાર)
જે વ્યક્તિ જુમેની નમાજ પછી ૧૦૦ વખત ઇફ્ફાર પઢશે તેની પાર મઇફિરત (મોક્ષ) ના નિશાન દેખાવા લાગશે. જે વ્યક્તિ અસ્રની નમાજ બાદ દરરોજ યા ઇફ્ફારો ઇઇફિરલી પઢશે અલ્લાહ ત'આલા તેને બખ્શેલા (મોક્ષ પ્રદાન કરેલા) લોકોમાં દાખલ કરશે.

૧૬. અલ્‌-કહ્‌હાર (બધાને પોતાના વશમાં રાખનાર)
જે વ્યક્તિ સંસારના મોહમાં જકડાયેલો હોય તે બેહિસાબ યા કહ્‌હાર પઢશે તો સંસારનો મોહ તેના હૃદયમાંથી જતો રહેશે અને અલ્લાહની મોહબ્બદ પૈદા થઈ જશે. શત્રુઓં પર વિજય મેળવશે. જો ચીનાઈ માટીના વાસણ પર લખીને આવા વ્યક્તિને પીવડાવી દેવામાં આવે તો તેની પરનું જાદુ દૂર થઈ જશે. ઇન્શા અલ્લાહ અને અલ્લાહને લોકોના બધા જ કાર્યો વિશે સંપુર્ણ જ્ઞાન છે.

૧૭. અલ્‌-વહ્‌હાબ (બધુ જ આપનાર)
જે વ્યક્તિ ગરીબીનો શિકાર હોય તે બેહિસાબ યા વહ્‌હાબ પઢશે કે લખીને પોતાની પાસે રાખશે કે ચાશ્તની નમાજના છેલ્લા સજદામાં ૪૦ વખત પઢશે તો અલ્લાહ ત'આલા તેની ગરીબીને અજૂબેની જેમ દૂર કરી દેશે. જો કોઈ વિશેષ ઇચ્છા હોય તો ઘર કે મસ્જિદના સહનમાં ત્રણ વખત સજ્દા કરીને હાથ ઉઠાવશે અને ૧૦૦ વખત પઢશે, ઇન્શા અલ્લાહ તેની બધી જ ઇચ્છા પુરી થશે અને શત્રુના ડરથી સુખી થશે.

૧૮. અર્‌-રજ્જાક (રોજી આપનાર)
જે વ્યક્તિ સવારની નમાઝ (ફજ્ર) થી પહેલાં પોતાના મકાનની ચારે બાજુ દસ-દસ વખત યા રજ્જાક પઢીને ફૂઁકશે અલ્લાહ ત'આલા તેને માટે રિજ્કના દરવાજા ખોલી દેશે અને બિમારી તેમજ ગરીબી તેના ઘરમાં ક્યારેય નહિ આવે. જમણી બાજુથી શરૂ કરો અને મોઢું કિબલે કી તરફ રાખો.

૧૯. અલ્‌-ફત્તા઼હ (મુશ્કેલીઓ દૂર કરનાર)
જે વ્યક્તિ ફજ્રની નમાઝ બાદ બંને હાથ છાતી પર રાખીને ૭૧ વખત યા ફત્તા઼હ પઢશે ઇન્શા અલ્લાહ તેનું દિલ નૂરે-ઈમાનથી ઝગમગાવી દેશે. બધા જ કામ અને અન્ન પ્રાપ્તિ સરળ થઈ જશે.

૨૦. અલ્‌-'અલીમ (ખુબ જ જ્ઞાની)
જે વ્યક્તિ બેહિસાબ યા 'અલીમ પઢશે અલ્લાહ ત'આલા તેના માટે ઇલ્મો મઇફિરત (જ્ઞાન તેમજ મોક્ષ)ના દરવાજા ખોલી દેશે.