રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|

આતંકવાદ દેશ સામે ખતરો-અડવાણી

હોસ્પિટલ પર આતંકવાદી હુમલોએ આતંકની ચરમસીમા છે. આતંકવાદ કોઈ રાજ્ય કે ધર્મ કે રાજકીય પાર્ટી વિરૂધ્ધ નથી, પણ સમગ્ર દેશ સામે ખતરો છે. તેની સામે લડવા એક ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની જરૂરીયાત ઊભી થઈ છે એવું લોકસભાનાં વિરોધ પક્ષનાં નેતા અને ગાંધીનગરનાં સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ અમદાવાદ બ્લાસ્ટ બાદ શહેરની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ મુકતાં જણાવ્યું હતું કે આતંકવાદ વિરૂધ્ધ ફેડરલ એજન્સી બનાવવાનો સમય આવી ગયો છે. તેમજ ગુજરાત સરકારે બનાવેલા ગુજકોકનો કાયદો પસાર કરવા કેન્દ્રને જણાવ્યું હતું.

દેશમાં વધી રહેલ આતંકવાદી પ્રવૃત્તિ માટે કેન્દ્ર સરકારની તૃષ્ટિકરણની નીતિને જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ કોઈ ધર્મ સાથે નહીં પણ વિકૃત માનસિકતા સાથે સંકળાયેલો છે. તેથી તેને છાવરવાની જરૂર નથી. આપણે તેનો મુકાબલો જેટલો મોડો કરીશું, તેટલું નુકસાન થશે.