રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|
Last Modified: રવિવાર, 27 જુલાઈ 2008 (17:23 IST)

બોમ્બ બ્લાસ્ટની મોડસ ઓપરેન્ડી સરખી....

ગયા વર્ષેથી ઉત્તર પ્રદેશનાં ત્રણ શહેરોમાં થયેલા બ્લાસ્ટ હોય કે જયપુરમાં થયેલા બ્લાસ્ટ હોય. કે પછી શુક્રવારે બેંગલુરૂ અને શનિવારે અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ હોય તેમની વચ્ચે કોઈને કોઈ સમાનતા જોવા મળે છે.

તમામ બ્લાસ્ટની પેટર્ન એકસરખી છે. તેમાં ઈન્ડીયન મુઝાહીદ્દીન નામના સંગઠનનો હાથ હોવાની વાત બહાર આવી છે. અને, છેલ્લા ત્રણ બ્લાસ્ટો ભાજપ શાસિત રાજ્યોમાં કરવામાં આવ્યા છે.

આ આતંકી સંગઠન બ્લાસ્ટ કર્યા બાદ ઈમેઈલ કરીને બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લઈ લે છે. જે સાબિત કરે છે કે તેમની વચ્ચે કંઈક તો સમાનતા છે.

સિક્યોરીટી એક્સપર્ટનાં જણાવ્યું હતું કે ઈન્ડીયન મુઝાહીદ્દીન નામનું કોઈ સંગઠન નથી. તે આતંકવાદી સંગઠન દ્વારા બ્લાસ્ટ કરવામાં આવે છે, તેમનું નામ બહાર આવે નહીં તે માટે પોતાનું નામ ઉછાળી દે છે.

ખરેખર તો આ ખુબ વિચારીને કરવામાં આવતાં બ્લાસ્ટ છે. તેનું સંચાલન કોઈ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનું કામ છે. જેણે ભારતમાં પોતાનું નેટવર્ક વિસ્તારી દીધું છે. તેમજ તેણે દરેક શહેરમાં પોતાના માણસોને ટ્રેનીંગ આપી છે. જે આતંકવાદીઓને છુપાવાવ માટે તથા જે જોઈએ તે મદદ કરવા તત્પર હોય છે. તેમજ તેઓ હથિયાર અને બોમ્બ ચલાવવાની ટ્રેનીંગ લીધી હોય છે.