રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|

સીમીના કાર્યકરોને છોડાવવા કરાયો બ્લાસ્ટ!

અમદાવાદ અને બેંગલુરૂમાં થયેલા બ્લાસ્ટની તપાસ કરતી એજન્સીને બ્લાસ્ટ પાછળ મહારાષ્ટ્રનાં સીમી એકમનો હાથ લાગે છે.

શનિવારે થયેલા અમદાવાદનાં બ્લાસ્ટની પાંચ મિનિટ પહેલાં એક ઈમેઈલ આવ્યો હતો. જેમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. જે બરાબર પાંચ મિનિટ બાદ સાચી પડી હતી. એજન્સીઓને શક છે કે હવે પછીનો ટારગેટ ઈન્દોર હોવાની શક્યતા છે. કારણકે પોલીસ છેલ્લા કેટલાંક સમયથી સીમીનાં ઘણા લોકોની ધરપકડ કરી છે.

ઈન્ડીયન મુઝાહીદ્દીન નામનાં સંગઠને મોકલેલા ઈ મેઈલ યાહુનાં એકાઉન્ટ પરથી મોકલવામાં આવ્યો હતો. તેમજ તે મેઈલ અલઅરબી ગુજરાત પરથી મોકલવામાં આવ્યો હતો. આ મેઈલનું આઈપી એડ્રેસ સી-1503-1504, ગુનીના સીએચએસ પ્લોટ, સેક્ટર 2 અને 3, સંપદા, નવી મુંબઈ છે.

આ ઈમેઈલમાં સીમીનાં કાર્યકર્તાઓને પોલીસ મુક્ત નહીં કરે તો મુંબઈમાં બે વર્ષ પહેલાં ધડાકાઓની રીપીટ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ મેઈલમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઈન્દોરમાં પકડાયેલા સીમી કાર્યકર્તાઓનો બદલો લેવા માટે બ્લાસ્ટ કર્યો હોવાનું જણાવ્યું છે. તો ગોધરા કાંડ બાદ થયેલા તોફાનોનો બદલો લેવાની વાત કરવામાં આવી છે.

તેમજ મેઈલમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ, ડેપ્યુટી સી.એમ. આર.આર.પાટીલને મુંબઈમાં મસ્જિદો પર થયેલા હુમલા તથા લોકલ ટ્રેનોમાં થતી મદ્રેસાઓની છાત્રાઓનાં અપમાન માટે જવાબદાર ગણાવ્યા હતા. આ મેઈલમાં ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અને ટાઈમ્સ નાઉ ને પણ ધમકી આપવામાં આવી છે.

તો ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ, વીએચપી, આરએસએસ તથા બજરંગ દળનાં નેતાઓને પણ ધમકી આપેલી છે. તેમજ રિલાયન્સનાં મુકેશ અંબાણી તથા ગુજરાતનાં ઉદ્યોગપતિઓની મારી નાંખવાની પણ ધમકી આપી હતી.