1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ

અમદાવાદ સાયકલ બોંબથી ધણધણ્યું

અમદાવાદ સાયકલ બોંબથી ધણધણ્યું
અમદાવાદમાં સીરીયલ બોમ્બ વિસ્ફોટે સમગ્ર શહેરને હચમચાવી નાંખ્યું છે. ટીફીન બોમ્બ અને સાયકલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બેંગલુરૂમાં પણ આ રીતે સાત બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ પાછળ ઈન્ડીયન મુઝાહીદ્દીન નામના આતંકી સંગઠનનો હાથ હોવાનું બહાર આવ્યું છે.

આ સંગઠને આઈ.બી. અને ખાનગી ચેનલને ઈ મેઈલ કરીને બ્લાસ્ટ અંગે સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. અને , ઈમેઈલની પાંચ મિનીટ બાદ સીરીયલ બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતાં.તો પોલીસ દ્વારા ઈમેઈલની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.