રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|

ન્યાય આપવા હુ કટિબદ્ધ છું: નરેન્દ્ર મોદી

બેંગલુરૂમાં થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટની કળ વળી નથી ત્યાં શનિવારે સાંજે અમદાવાદમાં 17 સિરીયલ બોંબ બ્લાસ્ટ થતાં 30થી વધુના મોત થયાના તથા 200થી વધુ ઘાયલ થયા છે. અમદાવાદમાં સર્જાયેલી આ તારાજીને ધ્યાનમાં રાખી નરેન્દ્ર મોદી સફાળા જાગ્યા છે અને રવિવારે એક મીટીંગ બોલાવી છે.

અત્યાર સુધીના સૌથી વધારે 16 સીરીયલ બ્લાસ્ટના પગલે નરેન્દ્ર મોદીએ આવતીકાલે મંત્રીઓની બેઠક બોલાવી છે, નરેન્દ્ર મોદી આવતી કાલે આ ઘટનાની ગંભીર ચર્ચા કરશે. નરેન્દ્ર મોદીએ ખાનગી ટીવી ચેનલને જણાવ્યું હતું કે આપણે આપણા ગુજરાતના વિકાસને આવી આતંકવાદી ઘટનાઓથી અટકવા નહી દઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હરકત કોઈ આતંકવાદી દેશની જ હોઈ શકે. ગુજરાતની જનતાને હું ન્યાય આપવા કટિબદ્ધ છુ. દરેક મૃતકને એક એક લાખ અને ઘાયલોને પચાસ હજાર આપવામાં આવશે તથા હોસ્પિટલનો સર્વ ખર્ચ સરકાર તરફથી આપવામાં આવશે. એવી જાહેરાત તેમણે કરી હતી.

ઘટનાની સંપૂર્ણ તપાસ પોલિસતંત્રને સોપી દેવામાં આવી છે. પોલિસે રેલ્વે બસસ્ટેંડ જેવા સ્થળોએ કર્ફ્યુ લાદી દીધો છે. તથા આખા શહેરમાં પેટ્રોલીંગ ચાલુ કરી દીધું છે.