રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|

સિવિલમાં તબીબ દંપતિનું મોત

અમદાવાદ. શનિવારે અમદાવાદમાં થયેલા બોમ્બ ધડાકાઓમાં હોસ્પિટલમાં બ્લાસ્ટ કરી માનવતાને ચીઁથરેહાલ કરી છે.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલોમાં લઇ જવાઇ રહ્યા હતા. ત્યાં શહેરની સિવિલ હોસ્પિટલ તથા એલ.જી હોસ્પિટલ બોંબથી ધણધણી ઉઠતાં ઘાયલો તથા દર્દીઓને જીવતદાન આપતી હોસ્પિટલો લોહી, માંસના ખાબોચીયાથી ભરાઇ ગઇ હતી. સારવાર માટે આવેલા કેટલાયના મોત નીપજ્યા હતા તો ઘાયલો ફરી વાર અ6ી ઘાયલ બન્યા હતા. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડા. પ્રેરક શાહ તથા તેમની પત્ની ડા. કિંજલ શાહ બંનેના ટ્રોમા હોસ્પિટલમાં થયેલા ધમાકામાં મોત નીપજ્યાનું જાણવા મળે છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલા બોંબ વિસ્ફોટમાં માનવ બોંબનો ઉપયોગ કરાયો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.