ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : રવિવાર, 5 મે 2019 (13:46 IST)

Akshay Tritiya Vastu Upay- અક્ષય તૃતીયા પર વાસ્તુની આ 10 વસ્તુ ઘરે લાવો, મા લક્ષ્મીને રોકવાના ફરી નહી મળશે અવસર

અક્ષય તૃતીયાના દિવસે જો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી લેવાય તો વર્ષ ભર આર્થિક પરેશાની નહી રહે છે. જો વાસ્તુની આ 10માંથી કોઈ એક વસ્તુ પણ લઈને આવી શકો તો વર્ષ ભર સુખ, સંપન્નતા બની રહે છે. ઘરના વાસ્તુ દોષ ખત્મ હોય છે. સફળતા મળવા લાગે છે. 
1. ચરણ પાદુકા - આ દિવસે સોના કે ચાંદીની લક્ષ્મીની ચરણ પાદુકા લઈને ઘરમાં મુકો અને તેમની નિયમિત પૂજા કરો. કારણ કે જ્યા લક્ષ્મીના ચરણ પડે છે ત્યા અભાવ રહેતો નથી. 
 
2. કોડીયો - એક જમાનામાં કોડીઓ દ્વારા વસ્તુઓ ખરીદી અને વેચવામાં આવતી હતી અને હવે તેને કોઈ પૂછતો નથી. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમા દેવી લક્ષ્મીને આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે. તેનો પ્રયોગ તંત્ર મંત્રમાં પણ થાય છે. તેનુ કારણ એ છે કે દેવી લક્ષ્મી સમાન જ કોડીયો સમુદ્ર દ્વારા ઉત્પન્ન થઈ છે.  નિયમિત કેસર અને હળદરથી તેની પૂજા દેવી લક્ષ્મી સાથે કરવાથી આર્થિક પરેશાનીઓમાં લાભ મળે છે. એવી માન્યતા છે. 
 
3.  એકાક્ષી નરિયળ - પ્રકૃતિમાં સામાન્ય રૂપે ત્રણ આંખવાળુ નારિયળ મળે છે. પણ હજારોમાં કયારેક ક્યારેક એવુ પણ નારિયળ મળી જાય છે જેની એક આંખ હોય છે.  આ નારિયળને લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે.  અક્ષય તૃતીયાના દિવસે એકાક્ષી નારિયળ ઘરમાં પૂજા સ્થાનમાં સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 
 
4. પારદની લક્ષ્મી દેવી - ધનની દેવીને તમારા ઘરમાં લાવવા માંગો છો .. તેમને તમારા ઘરમાં જ રોકવા માંગો છો તો અક્ષય તૃતીયાના દિવસે પારદની લક્ષ્મી દેવી કે અન્ય કોઈ પણ શુભ સામગ્રી ઘરે લાવો અને નિયમિત તેની પૂજા કરો. શાસ્ત્રોમાં બતાવ્યુ છેકે પારદની દેવી લક્ષ્મીની પ્રતિમા જ્યા હોય છે ત્યા ક્યારેય અભાવ રહેતો નથી. 
 
5. કાચબો - સ્ફટિકનો બનેલો કાચબો લાવો 
 
6. શ્રી યંત્ર - અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં શ્રી યંત્રની સ્થાપના પણ ધનની પરેશાની દૂર કરવા માટે કારગર માનવામાં આવે છે. 
 
7. ઘંટી - ચાંદીની મધુર ધ્વની કરનારી ઘંટી પણ આ દિવસે લાવવાથી ઘરમાં મીઠાશ બની રહે છે.  
 
8. શંખ - લક્ષ્મીના હાથમાં સ્થિત દક્ષિણવર્તી શંખ પણ ધનદાયક માનવામા આવે છે. તમે તેને અક્ષય તૃતીયા પર ઘરે લાવી શકો છો.  
 
9. વાંસળી - આ દિવસ વાંસળી ઘરે લાવવાથી પણ ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે. 
 
10. માટીની સામગ્રી - માટીના બનેલ સજાવટી કે પૂજા સંબંધી કે ઉપયોગી સામાન ઘરમાં લાવવાથી પણ ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.