એનેસ્થેસિયા દિવસ: શીશી સુંઘાડવાની આજથી શરુઆત થઇ હતી

બેભાન કરવાની દવાની શોધને આજે ૧૬૩ વર્ષ પૂરાં થયા

વેબ દુનિયા| Last Modified બુધવાર, 16 ઑક્ટોબર 2013 (12:37 IST)

P.R
શીશી સુંઘાડવી જેવા શબ્દથી સામાન્ય માણસમાં પણ પ્રચલિત થઈ ગયેલી એનેસ્થેસિયા એટલે કે દર્દીને બેભાન કરવા અંગેની દવાની શોધને આજે ૧૬૩ વર્ષ પૂરાં થાય છે સદીઓ પહેલા વાઢકાપ જે દર્દી પર કરવામાં આવતી હતી તેને જાહેરમાં કેટલાક લોકો પકડી રાખતા અને સર્જરી કરાતી હતી. એનેસ્થેસિયાનો યુગ રાણી વિક્ટોરિયાના સમયથી અમલમાં આવ્યો હતો અને ત્યાર પછી વિજ્ઞાન પ્રગતિ કરતું રહ્યું અને અત્યારે દર્દીઓ સર્જરી પછી ૨૪ કે ૪૮ કલાક પાણી વગર ટળવળવાને બદલે સામાન્ય પરિસ્થિતિમાં જીવન પામે છે. ત્યારે સામાન્ય જનતા અને દર્દીઓમાં એનેસ્થેસિયા અંગેનો ડર અને ગેરસમજ દૂર કરવા માટે અમદાવાદના અંદાજે ૫૦૦ જેટલા એનેસ્થેટિસ્ટ ડોક્ટરો એક મોટી રેલીનું આયોજન કરશે.

ઈંગ્લેન્ડમાં સૌથી પહેલાં આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માન્ચેસ્ટરમાં સર્વપ્રથમ દર્દીને યાતનાપૂર્વક પકડી રાખીને વાઢકાપ માટે ઉપયોગ કરાયો હતો ત્યાર બાદ ૧૮૫૦થી ૧૮૬૦ના દાયકા દરમિયાન રાણી વિક્ટોરિયા ઉપર સૌ પ્રથમ સફળ પ્રયોગ એનેસ્થેસિયાનો કરવામાં આવ્યો હતો. રાણી વિક્ટોરિયાના બંને બાળકોના જન્મ સમયે દર્દશામક દવાના ઉપયોગ તરીકે એનેસ્થેસિયા વપરાયું હતું. રાણી વિક્ટોરિયાને ડિલિવરી સમયે ક્લોરોફોમ સુંઘાડવામાં આવ્યું હતું.
વર્ષોથી ક્લોરોફોર્મ નામની દવા દર્દીને વાઢકાપ પહેલા બેભાન કરવા માટે આવતી હતી, પરંતુ તેમાં ધરમૂળ ફેરફારો થયો છે. ક્લોરોફોર્મને એ જમાનામાં શીશી સુંઘાડવી એ કહેવામાં આવતું હતું, પરંતુ તેની આડઅસરો પણ એટલી જ હતી. દર્દીને વોમિટ નોશિયા જેવાં અનેક દર્દ થતાં તેના કારણે ધીમે ધીમે વિજ્ઞાને પ્રગતિ કરતાં હવે ઈન્ટ્રિવિન્સ અને ઈન્હેલેશન એજન્ટ ઉપયોગમાં લેવામાં આવે છે. ૬૦૦થી વધારે હાથ બહેરો કરવાની સર્જરી કરી ચુકેલા એનેથેસિસ્ટ ડોક્ટરે વાતચીતમાં કહ્યું હતું કે એનેસ્થેસિયાની લેટેસ્ટ ટેક્નિક અને દવાઓ સાથેના મોનિટરિંગનાં અદ્યતન સાધનો અને પોસ્ટ ઓપરેશન સર્જિકલ આઈસીયુને કારણે પણ હવે મોટાં અને નાજુક ઓપરેશનોનાં રિઝલ્ટમાં મોટા ફેરફાર નોંધાયા છે. તે માટે દર્દીઓએ પણ એનેસ્થેસિયાનું મહત્ત્વ સમજવું અને અને તેની માહિતી ડોક્ટર પાસેથી મેળવવી અત્યંત જરૃરી છે.
P.R


સામાન્ય રીતે નાના ઓપરેશનો હોય તેમાં રિજનલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. નાની ગાંઠ કે કોઈ પણ નાના ઓપરેશનમાં રિજિનલ એનેસ્થેસિયા ઉપયોગમાં લેવાય છે. જ્યારે જનરલ એનેસ્થેસિયામાં આખા શરીરને પેરલાઈસ કરી દેવાય છે જેને કારણે થોડા સમય માટે મસલ્સ કામ કરતા બંધ થાય છે અને દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા ડોક્ટરના હાથમાં આવી જાય છે. થોડા સમય માટે ઓપરેશન દરમિયાન એનેથેસિસ્ટ દર્દીના શ્વાસનું સંચાલન કરે છે. ઓપરેશન સમયે એનેસ્થેસિસ્ટનું મહત્ત્વ સર્જન જેટલું જ બની રહે છે.
નાની મોટી કોઈ પણ સર્જરીમાં જનરલ કે રિજિનલ એનેસ્થેસિયા કેટલી હદ સુધી આપી શકાય? તે અંગે વધુમાં જણાવતાં ડોક્ટરે કહ્યું હતું કે, ''કેન્સર કે મગજ અથવા તો કોઈ પણ કોમ્પ્લિકેટેડ સર્જરી જેવી કે એક્સિડન્ટ, મલ્ટિપલ ફેક્ચર, ત્રણથી ચાર ઓપરેશન એકી સાથે એક જ વ્યક્તિ પર કરવામાં આવે તો તે વ્યક્તિને સામાન્ય રીતે ૧૨ કલાકથી શરૃ કરીને ૧૮ કલાક સુધી બેભાન રાખી શકાય. આ સમયે દર્દીના બીપી, ટેમ્પ્રેચર અને કિડની સહિતની તમામ બાબતો પર સતત ધ્યાન આપવું પડે છે. ૧૮ કલાકથી વધુ સર્જરીની જરૃર પડે તો તેને બે તબક્કામાં વહેંચવી પડે છે.''


આ પણ વાંચો :