રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. અનોખુ વિશ્વ
  3. અનોખુ તથ્ય
Written By
Last Updated : મંગળવાર, 14 જૂન 2016 (11:03 IST)

10 વાતો ક્યારેય કોઈને ન જણાવશો.. નહિ તો પછતાશો

ફેસબુક અને વોટ્સએપના જમાનામાં જીવનમાં ક્યારેક ક્યારેક કેટલીક વાતોની ગુપ્તતા રાખવી ખૂબ જરૂરી છે. જો કે ઘણા લોકો જે સાચે જ તમારા મિત્ર નથી તેઓ તમને તમારી ગુપ્ત અને પર્સનલ વાતો જાણવા માંગશે. 
 
જે વ્યક્તિ તમારી પાસે તમારા જીવનના દરેક પ્રકારના રહસ્યો જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે  સમજી જજો કે એ તમારો હિતેચ્છુ બિલકુલ નથી.  તે તો બસ તમારી શક્તિ, નબળાઈ યોગ્યતા કે બે ગ્રાઉંડને જાણવા માંગે છે. આવા લોકોથી સાવધ રહો. જે તમને ખોદી-ખોદીને પૂછી રહ્યા છે. ખેર..  તમે તમારી કેટલીક વાતો ગુપ્ત રાખશો તો તે જીવનમાં લાભકારી જ રહેશે. 
 
અમે અહી જૂના સમયમાં પ્રચલિત આવી 10 વાતોને સંકલિત કરી છે જે પૌરાણિક પુસ્તકોમાં મળે છે. જો કે આજકાલ આ વાતોનુ કોઈ મહત્વ નથી રહ્યુ છતા કેટલાક લોકો તેને માને છે. 
 
આગળના પેજ પર જાણો પ્રથમ ગુપ્ત વાત.. 

તમારી વયને રાખો ગુપ્ત - જો કે કેટલાક લોકો પોતાની વય જાણે છે અને કેટલાક જાણવા માંગે છે. પણ જો કોઈ તમને કારણ વગર જ તમારી વય પૂછે તો બિલકુલ ન બતાવશો. 
 
પણ હાલ એ શક્ય નથી. લાઈસેંસ, પાસપોર્ટ કે અન્ય કોઈ કાર્ય માટે ફોર્મ ભરવા માટે તેનો ખુલાસો કરવો જ પડે છે. પણ ક્યારેક એવા સ્થળ કે પ્રસંગ હોય છે જ્યા વય બતાવવી જરૂરી નથી હોતી. આજકાલ અજાણ્યા લોકો પણ પૂછી લે છે કે તમે કેટલા વર્ષના છો ? 

આગળના પેજ પર બીજી ગુપ્ત વાત 

તમારુ ધન - જે લોકો જાણવા માંગે છે કે તમે કેટલુ કમાવો છો. જો તમે સીધે સીધા નહી બતાવો તો એ લોકો બીજી રીતે પૂછીને અનુમાન લગાવી લેશે. જો કે તમે તમારા ધનને જેટલુ બને તેટલુ ગુપ્ત રાખો એ તમારે માટે સારુ રહેશે. 
 
ધનને પોતાના સંબંધીઓ કે સગાઓથી ગુપ્ત રાખવાની સલાહ આપવામાં આવે છે. પણ ધ્યાન રાખો તમારી પત્નીથી ગુપ્ત રાખશો અને જો તેને જાણ થશે તો તમારે માટે એ જ ધન દુખદાયી સાબિત થશે. તેથી તમે આ અંગે વિચાર કરી લો. 
 
આગળના પાન પર ત્રીજી ગુપ્ત વાત

ઘરનુ રહસ્ય - ઘણા લોકો એવા છે જે પોતાના ઘરમાં બધાને એંટ્રી આપી દે છે અને ઘરના ખૂણા ખૂણાથી પરિચિત કરાવે છે. જે લોકો તમારા વિશ્વાસપાત્ર છે તેમને જરૂર આ અંગેની છૂટ આપી શકો છો. પણ અમે જોયુ છે કે કેટલાક એવા લોકો પણ તમારા ઘરમાં ઘૂંસીને જોવાનો પ્રયત્ન કરે છે જેની સાથે તમારો કોઈ ખાસ સંબંધ નથી. 
 
જૂના જમાનમાં લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને તેમના ઘર પણ મોટા હતા. આવામાં એવી ધારણા હતી કે કોઈને પોતાના ઘરનું રહસ્ય ન બતાવવુ જોઈએ. બધાના રૂમ જુદા જુદા હોય છે અને બધાનું પોતાનુ કંઈક પર્સનલ પણ હોય છે. 
 
ચોથી ગુપ્ત વાત 

પરિવારની વાત - ઘણા લોકો એવા પણ છે જે પોતાના ઘર પરિવારની બધી વાતો પોતાના મિત્ર સંબંધીઓ કે કોઈ પરિચિતને શેયર કરતા રહે છે. આવા લોકો પાછળથી પછતાય છે. તેનાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર મનદુખ અને અવિશ્વાસની ભાવના વધે છે. ઘરની વાતો ઘરમાં જ રાખવાથી જીવન સુખમય બને છે. 
 
પતિ-પત્નીનો સંસાર વ્યવ્હાર ગુપ્ત રાખવો જોઈએ. ઘણા મુર્ખ લોકો પોતાની પત્ની સાથે તેમનો વ્યવ્હાર કેવો છે એ પણ બીજાને બતાવતા રહે છે.  તમે તમારા પરિવારની વાતો હંમેશા ગુપ્ત રાખો નહી તો સાંભળનારા તો મજા લઈને હટી જશે પણ તમે પસ્તાશો. 
 
આગળના પાન પર પાંચમી ગુપ્ત વાત 

દાન-પુણ્ય ગુપ્ત રાખો - તમે જે પણ દાન કર્યુ છે તેને ગુપ્ત રાખશો તો જ તમને તેનો લાભ મળી શકે છે. ગુપ્ત દાન દેવતઓની નજરમાં રહે છે અને જે દાનના વખાણ કરવામા6 આવે છે તેનુ ફળ નિષ્ફળ થઈ જાય છે. 
 
મંદિરમાં દાન આપો. કોઈ ગરીબને ભોજન કરાવો કે કોઈ પણ પ્રકારનુ પુણ્ય કાર્ય કરો તેનુ તમારા મોઢે વખાણ ન કરશો. જો તમે આને કોઈની સમક્ષ જાહેર કરી દેશો તો સમજો તે રદ્દ થઈ જશે. 
 
આગળના પેજ પર છઠ્ઠી ગુપ્ત વાત 

ગુરૂમંત્ર.. સાધના અને તપ.. - જો તમે કોઈ યોગ્ય ગુરૂ પાસેથી દીક્ષા લીધી છે તો તેમના દ્વારા આપવામાં આવેલ ગુરૂમંત્ર ગુપ્ત રાખો. જો કે ગુરૂમંત્ર અનેક પ્રકારના હોય છે. જેવુ કે તમે કોઈને કંઈક જ્ઞાન આપ્યુ કે કશુક શીખવાડ્યુ તો એ પણ એક ગુરૂમંત્ર છે. 
 
આ ઉપરાંત જો તમે કોઈ પ્રકારની સાધના તપ કે ધ્યાન કરી રહ્યા છો તો તેને પણ ગુપ્ત રાખો નહી તો તે નિષ્ફળ થઈ જશે. આ સંબંધમાં ગુપ્તતાથી જ લાભ મળે છે. 
 
આગળ સાતમી ગુપ્ત વાત 

દવા-દારૂ - જો તમે કોઈપણ પ્રકારની દવાઓ ખાવ છો તો તેને ગુપ્ત રાખો. એવુ કહેવાય છે કે દવાની અસર પણ ત્યા સુધી રહે છે જ્યા સુધી તે ગુપ્ત છે. જો કે કેટલાક લોકો તેનાથી મતલબ રાખી શકે છે. પણ જૂના જમાનામાં બની શકે કે આ કોઈ વિશેષ રોગ કે ઔષધી માટે કહેવામાં આવ્યુ હોય. પહેલાના લોકો દુર્લભ વનસ્પતિના માહિતગાર પણ રહેતા હતા. 
 
આગળ આઠમી ગુપ્ત વાત 

તમારુ અપમાન ગુપ્ત રાખો - જો સાર્વજનિક રૂપે તમારુ અપમાન કરવામાં આવી રહ્યુ છે તો તેનો જોરદાર પ્રતિકાર કરો. છતા પણ વ્યક્તિએ અનેક મામલે ક્યારેક મજબૂરીવશ અપમાન સહન કરવુ પડે છે. 
 
અપમાનને મગજમાં વધુ દિવસ સુધી ન રાખો પણ તેના પર વિચાર કરો કે બીજીવાર કોઈ તમારી સાથે આવુ ન કરી શકે. એ પણ યાદ રાખો જો તમે તમારા અપમાનનો પ્રચાર કરશો તો પછી અનેક લોકો તમારુ અપમાન કરવા માંડશે.  કારણ કે લોકોને તમારી પ્રત્યે સહાનુભૂતિ રહેતી નથી. જે લોકો કોઈની સહાનૂભૂતિ મેળવવા માંગે છી તે જ  પોતાના અપમાન વિશે ચર્ચા કરે છે. 
 
આગળના પેજ પર નવમી ગુપ્ત વાત્.. 
 

તમારી અયોગ્યતા અને તમારી નબળાઈને ગુપ્ત રાખો - જો કે અનેક સ્થાન પર આ વાતને ગુપ્ત રાખવી ઘાતક પણ સાબિત થઈ શકે છે. પણ અનેક મામલે તેને ઉજાગર કરવાથી તમને લોકો કમજોર સમજીને તમારી સાથે ખોટો વ્યવ્હાર કરવા માંડશે અથવા માનસિક રૂપે તમારા પર દબાણ કરશે. 
 
તેથી આ વિશે તમે સારી રીતે વિચાર કરે એલો કે ક્યારે ક્યા કંઈ કમજોરી ગુપ્ત રાખવાની છે. કમજોરી અને અયોગ્યતામાં ફરક પણ કરતા શીખો. 
 
આગળના પેજ પર દસમી ગુપ્ત વાત 
મનની વાત - મનમાં અનેક વાતો એવી હોય છે જે જગજાહેર કરવાથી તમે તમારી આજુબાજુ સંકટ ઉભુ કરી શકો છો. બની શકે કે તમારા મનમાં કોઈ વાતને લઈને દુખ હોય ક્રોધ કે નફરત હોય. મનમાં હજારો પ્રકારના વિચાર ઉભા થઈ રહ્યા હોય. પણ બુદ્ધિમાન એ જ વિચારોને વ્યક્ત કરે છે જે તેના હિતમાં હોય છે. 
 
પણ આ પ્રકારની વાતોને જગજાહેર કરવાથી તમારા વિશે લોકો એક પ્રકારનો વિચાર બનાવવો શરૂ કરી દે છે અને પછી લોકો  તમારી સારી વાતોને નહી સાંભળે તમારા એ ગુસ્સા કે ફ્રસ્ટેશનની જ ચર્ચા કરશે.  તમારા 10 સારા કાર્ય એ એક મનના વિકાર સામે કમજોર પડી જશે.