34 કેરેટનો ભારતીય હીરાની કિમંત 200 કરોડ !!
ભારતની દક્ષિણી ગોલકુંડા ખાણમાંથી નીકળેલ હીરો ન્યૂયોર્કમાં 200 કરોડમાં વેચાયો હતો. આ એક અદભુત 34 કેરેટનો ગુલાબી હીરો એકસમયે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હૈદરાબાદના અંતિમ નિઝામનો હતો. હરાજીમાં 34.65 કેરેટનો ગુલાબી હીરો એક અજાણી વ્યક્તિએ ફોનથી બોલી લગાવીને ખરીદ્યો છે.આ હીરો વૈશ્વિક હરાજી ઉદ્યોગમાં આ “ધ પ્રિન્સી ડાયમંડ” વેચાયો હતો. આ હીરાનું 11 લાખ 35 હજાર પ્રતિ કેરેટમાં વેચાણ થતાં ન્યૂયોર્કમાં નવો રેકોર્ડ સર્જાયો છે.“ક્રિસ્ટીઝ અમેરિકા એન્ડ સ્વિટ્ઝર્લેન્ડ”ના આભૂષણ વિભાગના પ્રમુખ રાહુલ કદાકિયાએ કહ્યું હતું કે એલિઝાબેથ ટેલરના શાનદાર કલેક્શન ઉપરાંત અમેરિકામાં આ અત્યાર સુધીની સૌથી સફળ અલંકાર હરાજી છે