1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By વેબ દુનિયા|

નાસ્તામાં તમે શું ખાવ છો?, આ ભાઇ નાસ્તામાં રોજ પત્થર ખાય છે!, બોલો!?

P.R
ચટાકેદાર અને સ્વાદપ્રીય વાનગીઓ આરોગવા ટેવાયેલો આજનો માનવી જ્યારે પથ્થરો આરોગી રહ્યો છે તેવું કોઈ કહે તો આપણને માનવામાં ન આવે પણ આ વાત સત્ય છે. હળવદ પંથકમાં આવો જ એક અનોખો કિસ્સો ધ્યાને આવતા પંથકમાં ભારે આશ્ચર્ય ફેલાયુ છે. હળવદ પંથકમાં મુકેશ ઠાકોર (ઉ.વ. ૩૦) નામનો યુવક સોપારીના કટકાની જેમ પથ્થરોના કટકાઓને કટકટાવીને પેટમાં પધરાવી સમગ્ર પંથકને આશ્ચર્ય ચકિત કરી દીધું છે.

આ યુવાન અસ્થીર મગજના નથી તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ જ છે અને હળવદ તથા ધ્રાંગધ્રા પંથકમાં હરતા ફરતા જોવા મળે છે. મુકેશ ઠાકોરની પથ્થરો ખાવાની પ્રવૃતિ છેલ્લા બે વર્ષથી પ્રકાશમાં આવી છે. પેટના રોગોના નિષ્ણાંત તબીબના જણાવ્યા મુજબ આ પ્રકારની વ્યક્તિ માનસિક રીતે પીડાતો હોય અને નાનપણથી ધીમે ધીમે પથ્થર ખાવાની ટેવ પડી હોય તેમ ચાલતું હોય પરંતુ પત્થર ખાવાથી પાચનક્રિયાને નુકશાન ન થાય તે મોટું આશ્ચર્ય છે.

પથ્થરો ખાતો મુકેશ ઠાકોર પાંચ વર્ષ પહેલા રોજની ૨૦ જેટલી જીવતી ગરોળી આરોગી જતો હતો અને આ યુવાને પાંચ વર્ષની ઉંમરે જ જીવતી ગરોળી આરોગવાનું શરૃ કર્યું હોવાનું ખુદ પોતે જ કબુલ્યું હતું. આ યુવાનની આ પ્રકારની વાતો અને પત્થરો આરોગી જવાની ટેવથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું