ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By વેબ દુનિયા|

વિશ્વભરમાં લેટ લતીફ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં ભારત નંબર વન

P.R
ભારતમાં લેટ લતીફ કર્મચારીઓ માટે સ્થિતિ બહુ આદર્શ નથી. એક યા બીજા કારણોસર કામના સ્થળે તે ઓફિસે પહોંચવામાં મોડા પડતાં ભારતીય કર્મચારીઓને તેમની વારંવારની ભૂલ માટે બહારનો રસ્તો બતાવવાનું અંતિમ પગલું ૪૨ ટકા માલિકો દ્વારા ભરવામાં આવે છે. જે વિશ્વભરમાં સૌથી આગળ છે. નવ જેટલા દેશોમાં કરવામાં આવેલા સર્વે અનુસાર લેટ લતીફ કર્મચારીઓની હકાલપટ્ટીનું અંતિમ પગલું ભરનાર ૪૨ ટકા ભારતીય માલિકો પછી બીજા નંબરે બ્રાઝિલ આવે છે. બ્રાઝિલના ૨૬ ટકા જોબ પ્રોવાઈડર તેના મોડાં પડતાં કર્મચારીઓની હકાલપટ્ટી કરે છે. આ પછીના સ્થાને ૨૧ ટકા સાથે રિટર્ન નવ ટકા સાથે જર્મની અને પાંચમા સ્થાને સાત ટકા સાથે જાપાન આવે છે. ઓફિસમાં મોડા પડવા માટે કર્મચારીઓ દ્વારા અપાતાં પાંચ મુખ્ય કારણો છે. મોડા પડતાં કર્મચારીઓમાંથી ૩૩ ટકા કર્મચારી ટ્રાફિકનું કારણ આપે છે. તે પછી ૨૨ ટકા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના વિલંબને દોષ દે છે. ૧૮ ટકા કર્મચારીઓને ખરાબ હવામાનનું કારણ નડતું હોય છે તો ૧૪ ટકા ઊંઘ પૂરી નહીં થયાનું પણ બહાનું આગળ ધરે છે. છ ટકા કર્મચારી બાળકોને શાળાએ મૂકવા જવાથી મોડું થયાનું પણ કહેતા હોય છે.