બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ કાર્ય
Written By વેબ દુનિયા|
Last Modified: સૂરત , બુધવાર, 27 નવેમ્બર 2013 (15:23 IST)

180 કરોડની સંપત્તિ દાન કરી, હવે વૃદ્ધાશ્રમમાં !!

. સૂરતના એક નિ:સંતાન દંપતીએ 180 કરોડ રૂપિયાની જમીન દાન આપીને હવે વૃદ્ધાશ્રમમાં છે. જેથી બચેલુ જીવન સાઘારણ રીતે વિતાવી શકે. તેઓ ઈચ્છે છે કે તેમની અંતિમયાત્રા વૃદ્ધાશ્રમમાંથી નીકળે. અંતિમ સંસ્કારમાં કોઈ સમસ્યા ન આવે એ માટે 50 હજાર રૂપિયા એડવાંસમાં સ્મશાનમાં જમા કરાવી દીધા છે. નરોત્તમભાઈ (97) અને તેમની પત્ની લક્ષ્મીબેન (84) એ જૂનમાં જમીન સ્કૂલ કોમ્પલેક્સ અને ધાર્મિક સંસ્થાઓને દાન કરી દીધી. ત્યારબાદ બંને નવા ઠેકાણા પર છે. તેઓ સૂરતના પોશ વિસ્તાર અડજણના છે.
P.R


ફક્ત ચોથા ધોરણ સુધી જ ભણી શક્યા તેથી ઘરેણા વેચી શાળાને મદદ કરી

તેમના ગામમાં જ્યારે સ્કૂલ બની તો લક્ષ્મીબેને ઘરેણાં વેચીને શાળામાં દાન આપ્યુ. તે પોતે ચોથા ધોરણ સુધી ભણી શકી હતી, તેથી તે ઈચ્છતી હતી કે છોકરીઓને ભણવાની તક મળે. અજે આ શાળામાં 2200 બાળકો ભણે છે. આ દંપતીએ સરિતા સાગર સંકુલ(સ્પોર્ટ્સ કોમ્પલેક્સ), સ્વામીનારાયણ મંદિર, દાલિયા હાઈસ્કૂલ, જહાંગીરપરા સ્મશાન ભૂમિ અને ગાયપગલા મંદિર માટે સેંકડો વીઘા જમીન દાન કરી છે.