શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. એશિયા કપ 2022
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (00:52 IST)

IND vs AFG Asia Cup T20 Highlights: કોહલીની કમાલ અને ભૂવીની ધમાલથી ભારતની અફઘાનિસ્તાન પર 101 રનથી શાનદાર જીત

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ સુપર ફોરની મેચમાં અફઘાનિસ્તાનને 101 રને હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ટીમ ઈન્ડિયાની મોટી જીતમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ભુવનેશ્વર કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટે અણનમ 122 રન બનાવ્યા હતા જ્યારે કેએલ રાહુલે અડધી સદી રમી હતી. ભુવીએ પોતાની ચાર ઓવરમાં 4 રન આપીને 5 વિકેટ લીધી હતી.

ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું

એશિયા કપ સુપર ફોરની છેલ્લી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું હતું. ભારતે આપેલા 213 રનના લક્ષ્યાંકનો પીછો કરતા અફઘાનિસ્તાનની ટીમ 8 વિકેટે 111 રન જ બનાવી શકી હતી. તેના માટે ઈબ્રાહિમ ઝદરાને અણનમ 64 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. ભારત તરફથી ભુવીએ 5 વિકેટ ઝડપી હતી.