સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. એશિયા કપ 2022
Written By
Last Updated : સોમવાર, 29 ઑગસ્ટ 2022 (00:19 IST)

IND VS PAK: એશિયા કપ : ભારતે પાકિસ્તાન સામે 5 વિકેટે શાનદાર જીત મેળવી, હાર્દિકે સિક્સર મારીને અપાવી જીત

hardik pandya
Asia Cup 2022, IND vs PAK Highlights: ભારતે એશિયા કપ 2022ની મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપ 2021ની હારનો બદલો પૂરો કર્યો. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ 15મો મુકાબલો હતો. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 9 અને પાકિસ્તાને 5 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત છે.
 
ભારતે પાકિસ્તાનને હરાવ્યું
એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી. પાકિસ્તાને આપેલા 148 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હાર્દિક પંડ્યાએ 33 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને રવિન્દ્ર જાડેજાએ પણ 29 બોલમાં 35 રન બનાવ્યા હતા.