શનિવાર, 27 ડિસેમ્બર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Modified: શનિવાર, 2 જાન્યુઆરી 2016 (12:25 IST)

2016માં શનિદેવ કોને બનાવશે કંગાળ અને કોણે બનાવશે માલામાલ

2016માં શનિદેવ કોને બનાવશે કંગાળ અને કોણે બનાવશે માલામાલ
જ્યોતિષશાસ્ત્રના ખગોળ ખંડ મુજબ શનિ સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે. ધાર્મિક શાસ્ત્રોમાં શનિ ગ્રહના પ્રત્યે અનેક આખ્યાન પ્રાપ્ત છે. સૂર્ય પુત્ર શનિને પોતાના જ પિતા સૂર્યનો શત્રુ પણ માનવામાં આવે છે. તેમને નવગ્રહોમાં દાસની ઉપાધિ પ્રાપ્ત છે. તેમનો રંગ શ્યામ છે અને લંગડા હોવાને કારણે તેમની ગતિ મંદ છે. શનિનું વાહન કાગડો છે. શાસ્ત્ર મુજબ જો કુંડળીમાં સૂર્ય પર શનિનો પ્રભાવ હોય તો વ્યક્તિને પિતૃ સુખોમાં કમી જોવામાં આવે છે. શાસ્ત્રો મુજબ શનિને પાપી ગ્રહ માનવામાં આવે છે.  શનિને મારક, અશુભ અને દુખનો કારક માનવામાં આવે છે. શાસ્ત્ર ઉત્તર કાલામૃત મુજબ શનિ કમજોર સ્વાસ્થ્ય, અવરોધો, રોગ, મૃત્યુ, દીર્ધાયુ, નંપુસકતા, વૃદ્ધિવસ્થા, કાળો રંગ, ક્રોધ, વિકલાંગતા અને સંઘર્ષનો કારક ગ્રહ માનવામાં આવે છે.  હકીકતમાં શનિ ગ્રહ ન્યાયાધીશ છે જે પ્રકૃતિમાં સંતુલન ઉભુ કરે છે. તે દરેક પ્રાણી સાથે ન્યાય કરે છે.  જે લોકો યોગ્ય વિષમતા અને અસ્વાભાવિકતા અને અન્યાયને આશ્રય આપે છે. શનિ ફક્ત તેમને જ પ્રતાડિત કરે છે. શનિ એક પરિક્રમા 30 વર્ષમાં પૂરી કરે છે. તેથી તે અઢી વર્ષ સુધી રાશિમાં ગોચર કરે છે. શનિ ગ્રહ રવિવારે તારીખ02.11.14ના રોજ રાત્રે 10 વાગીને 2 મિનિટ પર પોતાની ઉચ્ચ રાશિ તુલાને ત્યજીને વૃશ્ચિક રાશિમાં આવી ગયા હતા. તેથી શનિના વૃશ્ચિક રાશિમાં ગોચરનો પ્રભાવ અઢી વર્ષ સુધી જોવા મળશે. શનિના રાશિ પરિવર્તનથી તુલા જાતકો માટે સાઢેસાતીનો અંતિમ જ્યારે કે વૃશ્ચિક જાતકો માટે બીજુ ચરણ શરૂ થઈ ગયુ છે. ધન જાતકો માટે સાઢેસાતીનો પ્રારંભનો સમય છે. સિંહ અને મેષ જાતકો માટે શનિની નાની પનોતી રહેશે. સન 2016માં શનિ ગ્રહ મંગળની રાશિ વૃશ્ચિકમાં ગોચર કરશે અને પોતાના મિત્ર બુઘના નક્ષત્ર શ્રેષ્ઠાના પ્રથમ ચરણની તરફ અગ્રેસર રહેશે. શનિ શુક્રવાર તારીખ 25.03.16ના રોજ વક્ર થઈને ફરીથી શનિવારે તારીખ 13.08.16ના રોજ સક્રિય થશે.  સન 
2016માં શનિ મંગળવારે તારીખ 22.11.16ના રોજ અસ્ત થઈને ફરીથી બુધવારે તારીખ 28.12.16ના રોજ ઉદય થશે. આવો જાણીએ શનિની 12 રાશિયો પર સન 2016માં શુ અસર થશે. 
 
મેષ - શનિના આઠમા ગોચરથી તમારા પર ઢૈય્યાનો પ્રભાવ રહેશે. કામ ધંધાને લઈને તણાવ લાવશે પણ સરકારી સંસ્થાઓથી લાભ પણ મળશે. દેશ-વિદેશની લાંબી યાત્રા શક્ય છે. છળ અને કપટના યોગ છે તેથી લેવડદેવડમાં સાવધાની રાખો. 
 
વૃષ - શનિના સાતમા ગોચર સાથે આવક સાથે ખર્ચ પણ વધશે. સામાજીક જીવનમાં પરેશાની ઉઠાવવી પડશે. મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધ આવશે. પ્રિયજનનો વિયોગ સતાવશે. કાયદાકીય વિવાદના યોગ છે. ઘર બદલવાના યોગ પણ બની રહ્યા છે. 
 
મિથુન - શનિના ગોચરથી આજીવીકામાં લાભ થશે. તકનીકી કાર્ય સાથે જોડાયેલ લોકોને ઉન્નતિ મળશે. પારિવારિક સંબંધોમાં કટુતા રહેશે. આર્થિક મુદ્દા તંગ કરશે.  સ્થાન પરિવર્તનના યોગ છે. પાર્ટનરનુ સ્વાસ્થ્ય બગડશે. પ્રોપર્ટીમાં લાભ થશે. 
 
કર્ક - શનિના પાંચમા ગોચરથી વિરોધ અને અપકીર્તિ ફેલાશે. વિપરિત લિંગ સાથે વધુ પ્રગાઢતા નુકશાનનુ કારણ બનશે. પૂંજીના સંયોજનમાં દગાબાજી થઈ શકે છે. સંતાન પક્ષ પ્રત્યે ચિંતા વધી શકે છે. ખર્ચ વધી શકે છે.  
 
સિંહ - શનિના ચોથા ગોચરથી પ્રોફેશનમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. સમય પ્રોપર્ટીની ખરીદી વેચાણ માટે સારો છે. પ્રોફેશન માટે વર્તમાન સ્થાન બદલવુ પડશે. ઘરના વડીલોનુ સ્વાસ્થ્ય બગડશે.  ધાર્મિક યાત્રાઓ થશે. 
 
કન્યા - શનિના ત્રીજા ગોચરથી અપ્રત્યક્ષ ભય અને હાનિ થઈ શકે છે. સંતાન પક્ષને લઈને થોડી શાંતિ અનુભવશો. પારિવારિક માંગલિક આયોજનનો યોગ છે. પ્રોફેશનમાં ઉન્નતિ થશે. વિદેશ જવાની તક મળશે. ધનાર્જન અને રોકાણ થશે. 
 
તુલા - શનિના બીજા ગોચર વશ તમે સાઢાસાતીના પ્રભાવમાં છો. શારીરિક પીડાના યોગ છે. આંખોની તકલીફ રહેશે. ચોરી થવાનો ભય રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહો દુર્ઘટનાના યોગ છે.  સંબંધીઓ પીઠ બતાવશે. હરીફાઈમાં લાભ મળશે. 
 
વૃશ્ચિક - શનિના પ્રથમ ગોચરને કારણે તમે સાઢાસાતીના પ્રભાવમાં છો. શારીરિક કમજોરી રહેશે. શત્રુઓને કારણે સામાજીક પ્રતિષ્ઠા બગડશે. સજાગ રહો ધન હાનિના યોગ છે. પ્રોફેશનમાં ઉતાર-ચઢાવ રહેશે. પારિવારિક અને દાંમ્પત્ય જીવન સારુ રહેશે. 
 
ધન - શનિના બારમા ગોચરને કારણે તમે સાડાસાતીના પ્રભાવમાં છો. જીવનમાં ઉલટફેર થશે. સંતાન તરફથી કષ્ટ થશે.  ધન બેકાર કાર્યોમાં ખર્ચ થશે. વિવાદથી બચો. સ્વાસ્થ્ય બગડશે. લાલચમાં પડવાથી પરેશાન થશો. સંતુષ્ટિ અને સમજદારીથી કામ લો. 
 
મકર - શનિના અગિયારમાં ગોચરથી કોઈ નવુ કામ શરૂ થશે. સંતાન પક્ષને લઈને ચિંતાઓ રહેશે. આવકના સારા યોગ છે. મોટો ખર્ચ પણ શક્ય છે. ધનાગમન સારા સ્થાન પર રોકાણ થશે. સ્વભાવમાં ચિડચિડાપણું રહેશે.  અપ્રત્યક્ષ લાભ થવાના યોગ છે. 
 
કુંભ - શનિના દસમાં ગોચરથી પ્રોફેશમમાં તરક્કી મળશે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. રાજનીતીજ્ઞોની મદદ મળશે. પારિવારિક  વડીલોનુ સ્વાસ્થ્ય બગડશે. સર્વિસમેનના પ્રમોશનના યોગ છે. સ્ટુડેંટ્સ માટે સમય અનુકુળ છે. પ્રોફેશનમાં સુધાર થશે.  
 
મીન - શનિના નવા ગોચરથી આર્થિક મામલામાં સફળતા મળશે. સર્વિસમાં પ્રમોશન મળશે. પ્રોફેશન માટે સમય સારો છે. પારિવારિક માંગલિક કાર્ય થવાના યોગ છે. રોકાણમાં સફળ રહેશો. મિત્ર મદદરૂપ સાબિત થશે. કાયદાના મામલે વિજય મળશે.