શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : સોમવાર, 11 જુલાઈ 2016 (10:56 IST)

સાપ્તાહિક રાશિફળ : જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (11-07-2016 થી 17-07-2016 સુધી)

મેષઃ ખર્ચ કરવાનો અને આનંદપ્રમોદ કરવાનો તબક્કો હજુ પણ ચાલુ જ છે. આપ તેને પાત્ર પણ છો. આપના પરિવાર માટે મોજશોખની ઘણી બધી વસ્તુઓ પાછળ છુટા હાથે પૈસા ખર્ચશો. આ સપ્તાહે થોડા સંવેદનશીલ પણ બનશો. જૂનાં સ્મરણો માનસપટ પર ઊભરશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો.  આ સપ્તાહ આપના માટે એકંદરે શુભ ફળદાયી રહે. સપ્તાહની શરૂઆત અને મધ્યભાગ બધી જ રીતે ઉત્તમ જણાય છે. નોકરી-વ્યવસાયમાં બીજાની મદદ મળી રહે. અટવાયેલા કે વિલંબમાં પડેલા કામ પાર પડે. જીવનસાથી જોડે છેલ્લા કેટલાક સમયથી મતભેદ હશે તો તે દૂર થાય. પરિવાર સાથે સુખ અને આનંદપ્રદ પ્રવાસનું આયોજન પણ થાય. સપ્તાહનો ઉત્તરાર્ધ એટલે કે છેલ્લા બે દિવસ માનસિક ચિંતા, વ્યગ્રતા, બેચેની, અનિદ્રા જેવી સમસ્યા કરે. શક્ય હોય ત્યાં સુધી જળાશય નજીક જવાનું ટાળવું.

વૃષભઃ આપનું આ સપ્તાહ સખત પરિશ્રમ અને મજૂરી કરવાનું સપ્તાહ પુરવાર થશે, પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાથી જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇ પણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આર્થિક લાભ, અનઅપેક્ષિત પ્રકારે આવકની વૃદ્ધિ, ઉઘરાણી, લોન જેવા કાર્યોનો ઉકેલ થઈ શકે છે. નોકરીમાં મહત્વની જવાબદારી મેળવો અથવા બિઝનેસમાં લાભકારી સોકો પાર પડે જે આપના માટે પ્રગતીના દ્વાર ખોલશે. કોઈ નવા સાહસ ખેડવાનો સમય પણ ગણી શકાય. સપ્તાહનો અંતભાગ આર્થિક રીતે શુભ રહેશે પરંતુ માનસિક દ્વિધા અને ચિંતા આપનામાં ગુસ્સો, નકારાત્મક વિચારો જેવા દોષોનું કારણ બનશે. જીવનસાથી સાથે પણ શાંતિથી સમય પસાર કરી લેવો. કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે અને તે ગંભીરતાથી તેમજ હૃદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે.
મિથુનઃ ફરી વખત પૈસો એ તમારું મુખ્ય ધ્યેય રહેશે. નાણાકીય બાબતે તમે સદ્ધર થશો અને તમારામાં ધૈર્ય અને રોમાન્સના ગુણોમાં વધારો થાય. કાનૂની અને વારસાઇને લગતી બાબતોનો આનંદદાયક ઉકેલ આવે. ધિરાણ મેળવવા અને આપવામાં તથા સામાજિક મેળાવડાની પ્રવૃત્તિઓમાં આનંદ અનુભવશો. પારસ્પરિક વિશ્વાસને અખંડ રાખજો. નવા વસ્ત્રો, આભૂષણો કે સૌંદર્યપ્રસાધનની ચીજોની ખરીદીની સંભાવના રહે. સપ્તાહનો અંતભાગ આપના માટે શુભ રહે. છેલ્લા ઘણા સમયથી નોકરીમાં તકલીફ હતી તે હળવી થાય. જે લોકો આપનું અહિત ઈચ્છતા હતા તેઓ આ સમયમાં ફાવી શકે નહીં. મંગળ-શનિનો યોગ આપને સર્વ કાર્યોમાં જીત અપાવે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ સફળતા અપાવનારો સમય છે. આપની આવક કે આર્થિક રીતે ઉત્તમ સમય છે.તમે જે કંઇ પણ કરશો તેમાં તમારા ઉત્સાહી મિજાજનો પરિચય થશે. તમારે જીવંતતા જાળવી રાખવાની જરૂર પડશે.

કર્કઃ વેપારમાં આવકની વૃદ્ધિ થશે. નાણાં વ્યવહાર જળવાઇ રહેશે. પ્રવાસ દ્વારા નાણાંની ઉઘરાણીમાં સફળતા જણાય છે. કોર્ટ-કાનૂની સવાલો માટે જરૂર માર્ગદર્શન મેળવશો. મહિલાઓનો સહોદરોમાં વિવાદ હળવો થશે. વિદ્યાર્થીઓની અભ્યાસની સમસ્યા હળવી થશે. પેટનાં દર્દોમાં રાહત થશે. કુટુંબમાં યશ મેળવશો. જમીન-મકાન-વાહનને લગતા કામ પણ આ સમયમાં પાર પડે. માતાની તબિયતમાં સુધારો જોવા મળે. ભાઈ બહેનો તરફથી પણ આપને પુરતો સહકાર મળી રહે. તેમની સાથે અગાઉ કોઈ મતભેદો હશે તો આપ શાંતિથી બેસીને ચર્ચા કરીને તમામ સમસ્યાનો ઉકેલ લાવશો જેથી પરિવારમાં સૌહાર્દ વધશે. સપ્તાહના અંતભાગમાં ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. આપના સંતાનો અંગેની ચિંતા ઓછી થાય. વિદ્યાર્થીઓને અભ્યાસ અંગેના અવરોધ કે તકલીફોમાં પણ રાહત મળે. કાર્યક્ષેત્રે સફળતાનાં ચિહ્ન સ્પષ્ટ થશે. શેરબજારમાં આત્મવિશ્વાસ અને આવડત ઉપયોગી પુરવાર થશે.

સિંહઃ જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપ મક્કમતાથી સામનો કરશો અને એ જ રીતે મિત્રો અને પરિચિતોને પણ સંજોગો સામે ઝઝૂમતા શીખવશો તથા તેમની આપત્તિમાં તેમને મદદરૂપ બનશો. તેમના શ્રેય અને રક્ષણનો હંમેશાં ખ્યાલ આપના મનમાં રહેશે. આપ તેમના માટે સ્વૈચ્છિક રીતે બધું સમર્પિત કરવા તૈયાર હશો, પરંતુ આવા બિનજરૂરી જોખમોને આમંત્રણ ન આપવું હિતાવહ છે, કારણ કે તેનાથી તમારો હેતુ સરવાનો નથી. સપ્તાહની શરૂઆતમાં આપને કુટુંબથી લાભ થાય. આપ વાણીમાં ગજબની મીઠાશ અને પ્રભાવ હશે જેથી આપ અનેક કાર્યો વાણીના જોરે પાર પાડી શકશો. મંત્રણા, વાટાઘાટો, ચર્ચા, પ્રેઝન્ટેશન વગેરેમાં આપનો પ્રભાવ પડશે. કાયદા અને કોર્ટ સંબંધિત બાબતોનું હાલમાં નિરાકરણ આવે તેવી સંભાવના જણાતી નથી. માનહાનિથી બચવા કોઈપણ કામકાજમાં સતર્કતા રાખજો. નવા સાહસ કે નવી યોજનાઓ માટે આ સમય હિતાવહ નથી. કોઈ બીજા વ્યક્તિ માટે સારું કરવા જતા તમે મુસીબતમાં મુકાઈ જાવ તેવી સંભાવના હોવાથી સાવધાન રહેવું. સપ્તાહના અંતિમ બે દિવસ થોડા ઉદ્વેગ સાથે પસાર કરવા પડશે.

કન્યાઃ આ સપ્તાહે આપ સામાન્યપણે હો છો તેનાથી કંઇક અલગ હશો. ભૌતિક જીવનથી આધ્યાત્મિકતા તરફ વળશો. આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી તરફ કેન્દ્રિત થશે. સપ્તાહની શરૂઆતના બે દિવસ લાભેશ અને લગ્નેશનું પરિવર્તન હોવાથી આપ બધીજ રીતે આપ પ્રગતિ કરવાનું વિચારો અને આપને લાભ થાય તેવા સકારાત્મક નિર્ણયો લેશો. આખા મહિના દરમિયાન તમને સ્ત્રીઓથી પણ લાભ મળી રહે. નવા કાર્યોની શરૂઆતમાં પરિવારનો સાથ મળી રહે. જાહેરજીવનમાં આપ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરશો અને તેનો પ્રભાવ પણ પડશે. સપ્તાહના છેલ્લા બે દિવસમાં ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. મુસાફરીના યોગ બને. દુઃખી અને વૃદ્ધ લોકોની વધુ કાળજી લેશો. તેનાથી આપને માનસિક શાંતિ અને સંતોષ મળશે. આશ્ચર્યની વાત છે કે હાલમાં નાણાં ઓછી મહત્ત્વની બાબત બની ગઇ છે. ચંદ્રની અસર હેઠળ આપ સ્વપ્નદૃષ્ટા બન્યા છો. તુલાઃ નાણાંકીય લાભ માટે અનુકૂળ સમય છે. રાજકારણ સામાજિક જીવનમાં પ્રસિદ્ધિ શકય છે. મહિલાઓ કુટુંબમાં પ્રગતિ થવાથી ઉત્સાહનો અનુભવ કરશે. નાણાંની સગવડતા સચવાશે. મંગળ ફરીથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે. તે પણ પોતાની સ્વગુહી રાશિમાં માર્ગી ગતિમાં શુભ ફળ આપશે.  મહિલાઓએ ટીકા ટિપ્પણી ટાળવી જરૂરી છે. અપે‌િક્ષત કળા, હુન્નર જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકશો. સપ્તાહના અંતભાગે આપે વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી. પરિવાર સાથેના સંબંધોમાં થોડો વિવાદ થાય. આ સમયમાં ઉતાવળા કોઈ પગલા ભરવા નહીં. જે લોકો લગ્ન માટે જીવનસાથીની શોધમાં છે તેઓને પણ આ સમયમાં સારું પાત્ર મળી શકે છે જેથી પ્રયત્ન ચાલુ રાખો.કુટુંબના  કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે. બિનજરૂરી જોખમોને આમંત્રણ ન આપવું હિતાવહ છે,

વૃશ્ચિકઃ આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય ફરી એક વાર બગડવાની સંભાવના દેખાઇ રહી છે. એ માટે કદાચ થોડી ચિંતાઓ પણ રહેશે. છતાં તમારી ક્ષમતાઓ વિકસિત થવાની બાબતમાં તમે શ્રેષ્ઠ રહેશો. તમે તમારી ક્ષમતા તો વિકસિત કરશો જ. એનો પ્રયોગ પણ કાર્ય સફળતા માટે કરીને સફળતા મેળવી શકશો. લગ્નજીવનમાં અને સ્વાસ્થ્યમાં તકલીફ હતી તે ઓછી થાય. નોકરીમાં પણ પ્રશ્નો કે વિવાદો હશે તો તેનો ઉકેલ આવે. છેલ્લા કેટલાક સમયથી આપ બિનજરૂરી ખર્ચમાં સપડાયા હોવ તો તે પણ દૂર થશે જેથી એકંદરે આપ સારી માનસિક હળવાશ અનુભવો. આ સપ્તાહમાં આપને પ્રથમ બે દિવસ લાભ અને નાણાકીય આવક વધે. છેલ્લા બે દિવસમાં અટકેલા કામ થાય. પરંતુ ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવું. મધ્ય સમયમાં આપ મોજશોખ અને માનસિક આનંદ પાછળ ખર્ચ કરશો. આપ પ્રેરક બળ છો અને શાંતિના ચાહક પણ છો. આપના આ ગુણો થકી કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો. વેપારમાં આવક વિશે સુખદ અનુભવ થાય. ધનઃ કાર્યક્ષેત્રે સફળતા અનુભવશો. નોકરીની પ્રવૃત્તિઓ યશ અપાવશે. વેપાર માટે સફળતા જણાશે. નાણાં વ્યવહાર જળવાઇ રહેશે. પ્રવાસથી આર્થિક લાભ થાય તેમ છે. કોર્ટ-પ્રશ્નો માટે સફળ માસ છે. ભાગ્યબળ ઘટે જેથી ઘણી વખત હાથમાં આવેલો લાભ છીનવાઈ જવાના પ્રસંગો પણ આવી શકે છે. કેટલાક સામાન્ય કાર્યો પાર પાડવામાં પણ આપે ઘણી મહેનત કરવી પડે. સરકારી કામકાજમાં પણ વિલંબ અનુભવાય. મંગળ ફરી પાછો વૃશ્ચિક રાશિમાં એટલેકે આપની રાશિથી બારમાં ભાવમાં પ્રવેશ કરે છે. જે આપના માટે થોડા ખર્ચનું પ્રમાણ વધારે. આર્થિક મામલે વાત કરીએ તો આવકમાં ઉત્તરોત્તર વધારો થયા  ગૃહિણીઓનો પડોશી સાથેનો સંબંધ વધુ સરળ બની રહેશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસની સુખદ અનુભૂતિ પ્રાપ્ત થાય તેમ છે. છાતીના દર્દોમાં રાહત થશે. કુટુંબમાં મતભેદો હળવા થશે. પરસ્પર સંપ અનુભવાય.

મકરઃ નોકરીમાં પરિવર્તનો શકય છે, પરંતુ સફળતા પણ સહજ બની રહેશે. વેપારમાં આવક જળવાય. ધાર્યા મિત્રોની મદદ મળશે. મહિલાઓને પરિવારજનોથી સુખદ અનુભવ પ્રાપ્ત થશે. નોકરીમાં યશ મેળવશો. પ્રવાસ દ્વારા વેપારના મિત્રોની વૃદ્ધિ થાય તેમ છે. આપની વિચારસરણી વધુ સકારાત્મક બનશે અને તેનાથી આપને લાભ થશે. મિત્રોનો સહકાર અપેક્ષા કરતા ઓછો પ્રાપ્ત થાય. તમારા હરીફો એક તબક્કે વિઘ્નો ઉભા કરવાનો પ્રયાસ કરશે પરંતુ આપ ગમે તેમ કરીને તેમને પછાડી શકશો. પિતાની તબિયતની કાળજી રાખવી પડશે. સપ્તાહના અંતમાં સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેના પ્રભાવ હેઠળ દાંપત્યજીવનમાં ધીમે ધીમે તકલીફો શરૂ થાય. ભાગીદારો સાથેના સંબંધો સામાન્ય રહે. ઉઘરાણીના નાણાંની વસૂલી પણ આ સપ્તાહમાં શકય છે. મહિલાઓને કીમતી રત્ન આભૂષણની ખરીદીમાં અનુકૂળતા જણાશે.
કુંભઃ તમે નવા અભિગમ સાથે તમારા દરેક કાર્ય હાથ ધરી શકશો. તમારી પ્રાથમિકતાઓ બદલાય. તમે વર્તમાન મહિનામાં તમારું સમગ્ર ધ્યાન આરોગ્યની જાળવણીમાં અને આનંદ પ્રાપ્તિ માટે કેન્દ્રિત કરી શકશો. પ્રાથમિકતાઓ બદલાતા તમને દરેક ક્ષેત્રે લાભ થાય. જેમ કે તમારું વ્યકિતગત અને પારિવારિક જીવન વધુ સારું બને. આપ દરેક કામમાં તર્કબુદ્ધિથી આગળ વધશો. આપને હાડકાના દુખાવાને લગતી તકલીફ થાય. ક્યારેક ખોટા ખોટા વિચારોએ ચડી જાવ અને હેરાન થાવ પરંતુ અમુક સમયે આપના ભાગ્યના જોરે કોઈ સારા કામ પણ થઇ જાય. પિતાનો સાથ સહકાર સારો મળે. તેમના તરફથી લાભની અપેક્ષા પણ રાખી શકો છો. જમીન કે સ્થાવર મિલકતોની દલાલીને લગતા કામમાં જોડાયેલા હોય તેવા જાતકોને મહેનતથી લાભ મળે. કામમાંથી ફાયદો મળે. સહ કર્મચારી સાથેના તમારા સંબંધો સારા બને. તમે નવા ધંધાકીય સાહસો ખેડી શકશો.

 
મીનઃ જિંદગી નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોને જ સાથ આપે છે. તેથી આપ મહેનતથી જેટલા વધારે સારાં કામ કરશો એટલી વધુ સફળતા મેળવી શકશો. હકીકતમાં આ સપ્તાહની વ્યકિત તરીકેનું બિરુદ અને પ્રશંસા મેળવશો. એમ છતાં પરિવારજનો સાથે ગાળેલો સમય અત્યંત આનંદદાયક હશે. કુટુંબના  કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે. આ સપ્તાહમાં આપને શરૂઆતનો સમય વધુ શુભ રહે. જીવનસાથી સાથે સારો સમય વીતાવવાની તક મળે. આપ બંને એકબીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરો અને કોઈપણ જવાબદારી સહિયારી નિભાવો. તેમની સાથે ફરવા કે શોપિંગ પર જવાના સંજોગો પણ બની શકે છે. સપ્તાહનો મધ્ય અને અંતભાગ આપના માટે આંશિક તકલીફદાયક જણાઈ રહ્યો છે જેમાં ખાસ કરીને સ્વાસ્થ્યની ફરિયાદો અને માનસિક વ્યગ્રતા જવાબદાર રહેશે. નકારાત્મક વિચારોથી બચવું.  તેમાં આપ આપના સાબદા વલણથી બહાર આવી શકશો.