શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Modified: શનિવાર, 9 નવેમ્બર 2019 (14:21 IST)

Ayodhya Verdict 2019 : રામ મંદિર અને મસ્જિદ બનશે, જાણો સુપ્રીમ કોર્ટના નિર્ણયની 10 મોટી વાતો

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવી દીધો. પાંચ જજોની સંવૈધાનિક પીઠે 40 દિવસની સુનાવણી અપ્છી આ નિર્ણય આપ્યો. પીઠે વિવાદિત જમીન પર રમલલાના હકમાં નિર્ણય સંભળાવ્યો. આવો જાણીએ કોર્ટના નિર્ણયની 10 મોટી વાતો.. 
 
01 કોર્ટે કહ્યું- મંદિર માટે ટ્રસ્ટ બનાવો: સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને રામ મંદિર બનાવવા માટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે 02.77 એકર જમીન કેન્દ્ર સરકાર હેઠળ રહેશે.
 
2- મધ્યસ્થતા કરનારાઓની કરી પ્રશંસા -  સુપ્રીમ કોર્ટે વિવાદમાં મઘ્યસ્થની ભૂમિકા ભજવનારા જસ્ટિસ કલિફુલ્લા, શ્રીરામ પાંચુ અને શ્રી શ્રી રવિશંકરની પ્રશંસા કરી.  સાથે જ નિર્મોહી અખાડાને મંદિર માટે બનાવનારા ટ્રસ્ટમા સ્થાન આપવાની વાત કરી.  જો કે આ કેન્દ્ર સરકાર પર નિર્ભર કરશે. 
 
3. મસ્જિદ તોડવી એ કાયદાનું ઉલ્લંઘન: સુપ્રીમ કોર્ટ: બાબરી મસ્જિદ તોડી પાડતાં કહ્યું કે મસ્જિદ તોડવી એ કાયદાનું ઉલ્લંઘન છે. કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે ત્રણ મહિનાની અંદર મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવે અને મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન અલગ આપવામાં  આવે.  જેની પર નવી મસ્જિદ બનાવવામાં આવશે. 
 
4  સુન્ની વક્ફ બોર્ડ પોતાનો દાવો કરવામાં નિષ્ફળ: કોર્ટ: કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડ અયોધ્યા વિવાદમાં પોતાનો દાવો કરવામાં નિષ્ફળ ગયો છે. મુસ્લિમ પક્ષ વિવાદિત જમીનનો જ અધિકાર છે તે સાબિત કરવા માટે આવા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો છે. કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે સુન્ની વકફ બોર્ડને અલગ જમીન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે નવી મસ્જિદ બનાવવા માટે મુસ્લિમોને વૈકલ્પિક જમીન આપવામાં આવે.
 
5 મુસ્લિમો અંદર નમાઝ પઢતા હતા અને હિન્દુઓ બહારના પરિસરમાં પૂજા કરતા હતા:  હિન્દુઓએ પણ ગર્ભગૃહનો દાવો કર્યો હતો. જ્યારે કે મુસ્લિમોએ મસ્જિદ છોડી ન હતી.
 
 
6. કોર્ટે કહ્યુ - રામજન્મભૂમિ કોઈ વ્યક્તિ નથી - સુપ્રીમ કોર્ટે એવુ પણ કહ્યું કે રામ જન્મભૂમિ કોઈ વ્યક્તિ નથી કે જે કાયદાના દાયરામાં આવે. કોર્ટે કહ્યું કે આસ્થાના આધારે નિર્ણય લઈ શકાતા નથી. આ વિવાદને ઉકેલવા માટે સાંકેતિક હોવુ આવશ્યક છે . સુપ્રીમ કોર્ટે કહ્યું કે બ્રિટિશ શાસન દરમિયાન રામ ચબુતારા અને સીતા રાસોઇમાં પૂજા થતી હતી. એવા પુરાવા છે કે હિન્દુઓ પાસે વિવાદિત જમીનના બાહ્ય ભાગનો કબજો હતો. 
 
7. નિર્મોહી અખાડો ન તો સેવાદાર કે ન તો શ્રદ્ધાળુ - સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નિર્મોહી અખાડો ન તો સેવાદાર છે કે ન તો ભગવાન રામલલાનો શ્રદ્ધાળુ છે.  ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યુ કે લિમિટેશન ને કારણે અખાડાનો દાવો રદ્દ કરવામાં આવ્યો હતો. 
 
 
8. ખાલી જમીન પર મસ્જિદ નહોતી -  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બનાવવામાં આવી નહોતી. . એએસઆઈના જણાવ્યા મુજબ, મસ્જિદ મંદિરની બંધારણની ટોચ પર બનાવવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે હિન્દુઓ આને ભગવાન રામનું જન્મસ્થાન માને છે. તેમની પોતાની ધાર્મિક લાગણી છે. મુસ્લિમો તેને મસ્જિદ કહે છે. હિન્દુઓ માને છે કે ભગવાન રામનો  જન્મ મધ્ય ગુંબજ હેઠળ થયો હતો. તે વ્યક્તિગત આસ્થાની વાત છે.
 
9. ચીફ જસ્ટિસ બોલ્યા સંતુલન બનાવવુ પડશે - મુખ્ય ન્યાયાધીશે ચુકાદો વાંચતા કહ્યું કે કોર્ટે લોકોની શ્રદ્ધાને સ્વીકારવી પડશે. અદાલતે સંતુલન રાખવું જ જોઇએ. નિર્મોહી અઘારાના દાવા અંગે ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે પુરાતત્ત્વ વિભાગના અહેવાલ પર આધાર રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે આમાં શંકા કરી શકાતી નથી. ઉપરાંત, પુરાતત્ત્વ વિભાગની શોધને અવગણવી મુશ્કેલ છે.
 
10. શિયા વક્ફ બોર્ડનો દાવો રદ્દ - ચીપ જસ્ટિસ રંજન ગોગોઈએ નિર્ણય સંભળાવતા કહ્યુ કે અમે શિયા વક્ફ બોર્ડની વિશેષ અરજીને રદ્દ કરીએ છીએ   શિયા વકફ બોર્ડે 1946 માં ફૈઝાબાદ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે બાબરી મસ્જિદ મીર બકીએ બનાવી હતી. કોર્ટ માટે ધર્મશાસ્ત્રના ક્ષેત્રમાં જવું યોગ્ય રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહેસૂલના રેકોર્ડમાં વિવાદિત જમીન સરકારી જમીનના નામે નોંધાયેલ છે.