ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. અયોધ્યા
Written By ભાષા|

હિન્દૂ વિરોધી નિર્ણય નહી માનીએ - આદિત્યનાથ

N.D
ઉત્તરાધિકારી ગોરક્ષપીઠ અને ગોરખપુરના સાંસદ મહંત આદિત્યનાથે કહ્યુ કે તેઓ ન્યાયના નિર્ણયનુ સન્માન તો કરે છે પણ જો અયોધ્યા બાબતે ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે હિન્દૂ વિરોધી, રાષ્ટ્રવિરોધી નિર્ણય સંભળાવ્યો તો તે માન્ય નહી રહે.

યોગીએ કહ્ય કે રામ જન્મભૂમિના માલિકી સાથે જોડાયેલ પ્રશ્નવાળો કેસ મૂર્ખામી ભરેલો છે. તેમણે કહ્યુ કે રામનો જન્મ અયોધ્યામાં થયો, તેના માટે કોઈ પુરાવાની જરૂર નથી, અયોધ્યામાં બાબર કે મીરબાકીનો જન્મ થયો નહોતો. જો મુસ્લિમ પક્ષે હેરાફેરી કરી રાજસ્વ રેકોર્ડ રજૂ કર્યો તો તેમા કોઈ દમ નથી. યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે મુસ્લિમોએ અયોધ્યાનો નિર્ણય માન્યો છે જ ક્યારે.

તેમને કહ્યુ કે વિભાજન અને હિન્દુત્વ સાથે જોડાયેલ ત્રણેય સ્થાન અયોધ્યા, કાશી અને મથુરા હિન્દુઓને સોંપી દેવા જોઈએ. તેમણે કહ્યુ કે જો શાહબાનો બાબત પર કાયદો બદલી શકાતો હોય તો રામ મંદિર માટે પણ સંસદમાં કાયદો બનવો જોઈએ.