રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By

તમારી રાશિ મુજબ જાણો તમને Life માં કેટલી વાર થશે Love

1. મેષ રાશિ - આમ તો આ રાશિના લોકો એક જ વખત કોઈના પ્રેમમાં પડે છે પણ જો તેમને દગો મળી જાય તો આ સત્ય છૈ કે તેઓ પ્રેમ શોધવાનુ શરૂ કરી દે છે.
 
2. વૃષભ રાશિ - આ રાશિના લોકો પોતાની આખી લાઈફમાં ઓછામાં ઓછા બે વાર તો પ્રેમ જરૂર કરે છે. જો કે દર વખતે સાચ પ્રેમ જ કરે છે. 
 
3. મિથુન રાશિ - મિથુન રાશિના જાતક ઓછામાં ઓછા 4 વખત તો પ્રેમ જરૂર કરે છે. એ પણ ખૂબ સહેલાઈથી. ઉલ્લેખનીય છેકે આ રાશિના લોકો જલ્દી રિલેશનશિપથી બોર થઈ જાય છે. જેને કારણે તેમને વારેઘડી પ્રેમ થઈ જાય છે. 
 
4. કર્ક રાશિ - તમે એ લોકોમાંથી છો જે પરફેક્ટ લવ લાઈફ માટે વારંવાર સપના જુએ છે. તમારી આ અપેક્ષાઓ સંબંધો તૂટવાનુ કારણ બને છે.  જેને કારણે તમે બીજો પ્રેમ શોધવા માંડો છો. 
 
5. સિંહ રાશિ - પહેલીવાર પ્રેમ સફળ ન થવાને કારણે આ રાશિના લોકો પણ બીજીવાર આ પ્રેમ કરી બેસે છે. જો કે બીજીવાર તેઓ સમજી વિચારીને નિર્ણય કરે છે. 
 
6. કન્યા રાશિ - કન્યા રાશિના લોકો ફક્ત એક જ વાર પ્રેમ કરે છે અને એ પણ એ શરત પર કે તેમની એમ્બિશન વચ્ચે ન આવે. 
 
7. તુલા રાશિ - આ રાશિના લોકો ઓછામાં ઓછો 3 વાર પ્રેમ કરે છે અને દરેક વખતે તેમને કંઈક ને કંઈક નવુ શીખવા મળે છે. 
 
8. વૃશ્ચિક રાશિ - આ લોકો થોડા સ્વાર્થી પ્રકારના હોય છે. આ રાશિના લોકો બે વાર પ્રેમમાં નિષ્ફળ થાય છે અને પછી આ લોકો થોડા પ્રેકટિકલ થઈને ચાલે છે. 
 
9. ધનુ રાશિ - પ્રેમનો નવો નવો એહસાસ ધનુ રાશિના લોકોને ખૂબ સારો લાગે છે. આ કારણે આ લોકો 5 વાર પ્રેમ કરી બેસે છે. શરૂઆતમાં તમને બધુ સારુ લાગે છે. પણ જેમ જેમ સંબંધોમાં ગંભીરતા આવવા માંડે છે તમે પાછળ હટવા  માંડો છો. 
 
10. મકર રાશિ - તમે ખુદને લઈને એટલા વદ્ધુ એમ્બિયંસ છો એટલાજ વધુ તમે રિલેશનશિપને લઈને પણ છો. જો તમને કોઈ એવો વ્યક્તિ જેની સાથે તમે તમારુ જીવન સારી રીતે વ્યતિત કરી શકો છો તો તમે તેને માટે કશુ પણ કરવા તૈયાર થઈ જશો. 
 
11. કુંભ રાશિ - સપનામાં જીવવાને કારણે આ રશિના લોકો પોતાની રિલેશનશિપને ખુદ ખરાબ કરી લે છે. તમે તમારા જીવનમાં એક જ વાર પ્રેમ કરો છો અને તેને જ ફેયરી ટેલની જેમ ડીલ કરો છો. 
 
12. મીન રાશિ - આઝાદી અને પ્રેમને લઈને તમે હંમેશા કંફ્યુઝ થઈ જાવ છો અને આ ચક્કરમાં તમે અનેકવાર પ્રેમ કરી બેસો છો. જોકે મનપસંદ પાર્ટનર મળ્યા પછી તમે તેના માટે સંપૂર્ણ રીતે ઈમાનદાર રહો છો.