1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: બુધવાર, 3 ઑગસ્ટ 2022 (17:36 IST)

Palmistry: જો તમારા હાથ પર છે આ પ્રકારનુ નિશાન તો તમે ખૂબ જ લકી છો

palmistry
હથેળીના નિશાન જીવનમાં થનારી વસ્તુઓની તરફ સંકેત આપે છે. હથેળી પર જોવા મળતા નિશાન તમને ધનવાન બનાવી શકે છે. 
 
 Palmistry: તમે જોયુ હશે કે મોટેભાગે લોકો સારા સમાચારની આશામાં પોતાનો હાથ બતાવે છે.  આપના હાથ આપણા સ્વભાવ અને આપણા નસીબ સાથે જોડાયેલ વાતો વિશે ઘણુ બતાવે છે.  હાથની રેખાઓની બનાવટથી જાણી શકાય છે કે તમને તમારા જીવનમાં પૈસા કે પછી સફળતા મેળવવા માટે કેટલી મહેનત કરવી પડશે.  જો કે ઘણા લોકોને મહેનત વગર જ બધુ મળી જાય છે.  હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીના નિશાનો દ્વારા જાણી શકાય છે કે તમારા જીવનમાં ધનની વર્ષા ક્યારે અને કેવી રીતે થશે. 
 
હથેળીના નિશાન જીવન માં થનારી વસ્તુઓનો સંકેત આપે છે. પરંતુ જરૂરી નથી કે હથેળી પર જોવા મળતા દરેક નિશાન શુભ સંકેત જ  આપે. કેટલાક નિશાન અશુભ સંકેત પણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિના હાથ પર અલગ-અલગ પ્રકારના નિશાન જોવા મળે છે. આમાંથી કેટલાક નિશાન તમને સફળતા અને સંપત્તિના સંકેત આપે છે. તો ચાલો જાણીએ હાથની હથેળીના નિશાન વિશે... 
 
હથેળી પર છે આ નિશાન તો જલ્દી જ થઈ જશો ધનવાન 
 
- જે જાતકોની હથેળી પર શુક્ર પર્વત ઉભરેલો હોય છે તો તે લોકો ખૂબ શ્રીમંત હોય છે. કે પછી એમ કહો કે લગ્ન દરમિયાન પણ તેમને તેમના સાસરિયાથી ખૂબ ધન પ્રાપ્ત થાય છે. આ પ્રકારના લોકો એક સારુ જીવન જીવે છે સથે જ બધા સુખ પણ મેળવે છે. 
જે લોકોની હથેળી પર શુક્ર પર્વત પર વર્ગનુ નિશાન હોય છે, તેમના લગ્ન સમૃદ્ધ પરિવારમાં થાય છે.
જે લોકોની હથેળી પર શુક્ર પર્વત પર ક્રોસ હોય છે તેઓ ખૂબ જ ધનવાન હોય છે. આ સંકેત તેમના માટે ખૂબ જ શુભ હોય છે. આવા લોકોને તેમના જીવનસાથીનો પૂરો સહયોગ મળે છે.
-  જો તમારી હથેળી પર ગુરૂનો પર્વત ઉભરેલો હોય તો તે તમારા ફેમસ ત હવાના સંકેત છે.  આવા લોકોને દરેક બાબતમાં સફળતા મળે છે.
- જે જાતકોની હથેળી પર શનિ પર્વત ઉભરેલો હોય છે, તેઓ સારા નેતા બને છે. આવા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને ઘણું નામ કમાય છે.