1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: શનિવાર, 10 ફેબ્રુઆરી 2024 (15:13 IST)

Shimla : હિમાચલના ઉપમુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીની પત્નીનુ નિધન, સારવાર માટે ચંડીગઢ લઈ જતા તોડ્યો દમ

deputy chief Minister mukesh agnihotri
deputy chief Minister mukesh agnihotri
 હિમાચલ પ્રદેશના ઉપમુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીની પત્ની પ્રોફેસર સિમ્મી અગ્નિહોત્રીનુ શુક્રવારે રાત્રે નિધન થઈ ગયુ છે. ઉપ મુખ્યમંત્રી એ ખુદ પોતાના ફેસબુક પેજ પર શુક્રવારે રાત્રે લગભગ 12 વાગે આની માહિતી શેયર કરી. ઉપમુખ્યમંત્રીએ લખ્યુ કે અમારી પ્રિય સિમ્મી અગ્નિહોત્રી મારો અને આસ્થાનો સાથ છોડીને જતી રહી. મુકેશ અગ્નિહોત્રીની પુત્રીનુ નામ આસ્થા છે. તે આજકાલ વિદેશમાં અભ્યાસ કરી રઅહી છે. એવુ બતાવાય રહ્યુ છે કે સિમ્મી ગોંદપુ જયચંદ સ્થિત પોતાના ઘરમાં જ હતી અને અચાનક તેમનુ બીપી લો થવા માંડ્યુ. ત્યારબાદ તેમને ચંડીગઢ સ્થિત મૈક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા અને પંજાબના કુરાલી પાસે તેમનુ મોત થઈ ગયુ. 

 
એ સમયે મુકેશ અગ્નિહોત્રી શિમલામાં કેબિનેટ બેઠક પછી ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે તેમણે ડો. સિમ્મીના બીમાર હોવાની સૂચના મળી.  ડો. સિમ્મી હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલયમાં કાર્મિક પ્રશાસન વિભાગમાં પ્રોફેસરના પદ પર હતા. તેમનુ એક પુસ્તક ઈંપાવરિંગ ટ્રાઈબ્સ, અ પાથ ટૂ વર્ડ્સ સસ્ટેનેબેલ ડેવલોપમેંટ પ્રકાશિત થઈ છે. જેનુ લોકાર્પણ રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લએ લગભગ ત્રણ મહિના પહેલા કર્યુ હતુ. સામાજીક અને ધાર્મિક કાર્યોમાં ડો. સિમ્મીને વધુ રસ હતો. મળતી માહિતી મુજબ તેમનુ પાર્થિવ શઈર અંતિમ દર્શન માટે પૈતૃક ગામ ગોંદપુર જયચંદ સ્થિત ખુદના નિવાસ આસ્થા કુંજમાં મુકવામાં આવ્યુ છે. 
 
સીએમ સુખવિંદર સિંહ સુક્ખૂ એ દુખ વ્યક્ત કર્યુ 
હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુક્ખૂએ શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ,  'ઉપ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીજીની ધર્મપત્ની સિમ્મી અગ્નિહોત્રીજીના નિધનની સૂચના એક આધાત સમાન છે. આ દુખદ સમાચારથી હુ ખૂબ વ્યથિત છુ. હુ ભગવાનને પ્રાર્થના કરુ છુ કે તેઓ દિવંગત આત્માને સ્વર્ગમાં સ્થાન આપે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. મુખ્યમંત્રી સુખવિંદ્ર સિંહ સુક્ખૂ શનિવારે બપોરે ગોંદપુર સ્થિત ઉપમુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીના પૈતૃક ગામ પહોચ્યા અને શોકમગ્ન પરિવારને હિમંત આપી.