કરીનાએ કર્યો ફાયદાનો સોદો

વેબ દુનિયા|

IFM
આજની સફળ હીરોઈનોમાંની એક કરીના કપૂર પોતાની આગામી ફિલ્મમાં વ્યસ્ત થઈ ગઈ છે. આ ફિલ્મ પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક કરણ જોહર બનાવી રહ્યા છે. કરીના હાલ ખૂબ જ વ્યસ્ત છે અને સતત ફિલ્મો કરી રહી છે. આ ફિલ્મોથી તેને સારી એવી આવક થઈ રહી છે. આ સુંદર હીરોઈનના નજીકના લોકો બતાવી રહ્યા છે કે કરીના પોતાની આવકના એક ભાગનું ખૂબ જ વ્યવસ્થિત રૂપે રોકાણ પણ કરી રહી છે. તાજેતરમાં જ તેમણે બાદ્રામાં બે ફ્લેટ લીધા છે જેને તેમના દ્વારા કરવામાં આવી રહેલ રોકાણના રૂપમાં જ જોવામં આવે છે આ સારી વાત છે, કારણ કે ફિલ્મ ઉદ્યોગમાં અનિશ્ચિતતા છવાયેલી રહે છે અને સમય બદલતા જ અહી નજર પણ બદલાય જાય છે. તેથી પ્રોપર્ટી ખરીદવી ખરેખર એક ફાયદાનો સૌદો છે.


આ પણ વાંચો :