જાણીતા ગઝલ ગાયક જગજીતસિંહ વિશે 18 વાતો

વેબ દુનિયા|
P.R

- જાણીતા ગઝલ ગાયક સ્વર્ગીય જગજીત સિંહનો આજે 72મો જન્મદિવસ છે.
- જગજીત જી નો જન્મ 8 ફેબ્રુઆરી 1941ના રોજુ રાજસ્થાનના ગંગાનગરમાં થયો હતો.
- જગજીત જીનો પરિવાર મૂળ પંજાબના રોપડ જિલ્લાના દલ્લા ગામમાં રહેનારો છે.
- જગજીતજીનુ બાળપણનુ નામ જીત હતુ. કરોડો સાંભળનારાઓને કારણે જીત સાહેબ થોડાક જ દસકાઓમાં જગને જીતનારા બની ગયા. - શરૂઆતી શિક્ષા ગંગાનગરના ખાલસા શાળામાં થઈ અને પછી તેઓ આગળ ભણવા જાલંધર આવી ગયા.
- ડીએવી કોલેજથી સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયમાંથી ઈતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યુ.
- બાળપણથી જ પોતાના પિતા તરફથી સંગીત વારસામાં મળ્યુ.
- ગંગાનગરમાં જ પંડિત છગનલાલ શર્માના સાનિધ્યમાં બે વર્ષ સુધી સંગીત શીખવાની શરૂઆત કરી. - આગળ જઈને સૈનિયા કુંટુબના ઉસ્તાદ જમાલ ખાન સાહેબ પાસેથી ખ્યાલ, ઠુમરી અને ધુળદની ઝીણવટો શીખી.
- પિતાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર ભારતીય પશાસનિક સેવા(આઈએએસ)માં જાય પણ જગજીત પર ગાયક બનવાની ધુન સવાર હતી.
- જગજીત સિંહ ફિલ્મી દુનિયામાં પ્લેબેક સિંગિગ(પાર્શ્વગાયન)નુ સપનું લઈને આવ્યા હતા.
- શરૂઆતમાં પેટ ભરવા માટે કોલેજ અને શ્રીમંત લોકોની પાર્ટીઓમાં પોતાની રજૂઆત આપતા હતા. - જગજીત સિંહએ ગઝલોને જ્યારે ફિલ્મી ગ્રીતોની જેમ ગાવાની શરૂઆત કરી ત્યારે સામાન્ય માણસોએ ગઝલમાં રસ બતાવવા લાગ્યા, પણ ગઝલના માહિતગારોના મોઢા ઉતરી ગયા.
- આરોપ લગાવવામાં આવ્યો હતો કે જગજીત સિંહએ ગઝલની પ્યોરીટી અને મૂડની સાથે છેડછાડ કરી.
- પણ જગજીત સિંહ પોતાની સફાઈમાં કાયમ કહેતા રહ્યા છે કે તેમણે પ્રસ્તુતિમાં થોડો ફેરફાર જરૂર કર્યો છે, પણ શબ્દો સાથે છેડછાડ ખૂબ ઓછી કરી છે. - જગજીતજીએ ક્લાસિકી શાયરી ઉપરાંત સાધારણ શબ્દોમાં ઢળી સામાન્ય માણસની જીંદગીને પણ સુર આપ્યા.
- 'અબ મે રાશન કી દુકાન મેં નજર આતા હુ', 'મે રોયા પરદેશ મે', 'મા સુનાઓ મુજે વો કહાની' જેવી રચનાઓએ ગઝલના ચાહકોને પણ પોતાની તરફ ખેચ્યા.
- ગઝલના બાદશાહ કહેનારા જગજીત સિંહનું 10 ઓક્ટોબર 2011ની સવારે 8 વાગે મૃત્યુ થયુ.
- જે દિવસે તેમને બ્રેન હેમરેજ થયુ એ દિવસે તેઓ જાણીતા ગઝલ ગાયક ગુલામ અલી સાથે એક શો ની તૈયારી કરી રહ્યા હતા.


આ પણ વાંચો :