મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

બોલીવુડને અભિનય સાથે ડાંસરની જરૂર છે

મુંબઇ. રાકેશ રોશનની "ક્રેઝી 4" ફિલ્મના દિગ્દર્શક જયદીપ સેન જણાવે છે કે બોલિવુડમાં હાલ એવી પ્રતિભા ધરાવતી અભિનેત્રીઓની જરૂર છે કે, જે સારા અભિનયની સાથે સુંદર ડાંસ પણ કરી શકે. જયદીપ સેન કહે છે કે, બોલિવુડ માટે એ કમનસીબની વાત છે કે હાલ બોલિવુડમાં માધુરી અને શ્રીદેવી જેવી ડાંસીંગ રાણી કોઈ નથી. ગંભીરપણે કહી શકાય કે, અત્યારની અભિનેત્રીઓમાં ગુણવત્તાવાળા ડાંસની અછત વર્તાય છે.

જયદીપ માને છે કે ક્રેઝી 4માં શાહરૂખ અને રીતીકના આઈટમ સોંગના કારણે ફિલ્મને ખુબ જ ફાયદો થયો છે. લોકોને થીયેટર સુધી ખેંચી લાવવામાં આ ગીતોનો ખુબ ફાળો છે. ફિલ્મના સંગીત બાબતે ઊભા થયેલ વિવાદ અંગે જયદીપ કહે છે કે તેણે ક્યારેય જાહેરાતના સંગીત પર ધ્યાન આપ્યુ નથી.

રામ સંપતની સોની ઇરિકસનની એડ જીંગલ તેણે એક કે બે વાર જોઈ છે પરંતુ તે દરમિયાન તો તેનું સમગ્ર ધ્યાન રીતીકના ડાંસ પરફોર્મન્સ પર જ હતું. અને તેઓ ખુદ રિતીકના ડાંસથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેઓ મ્યુઝિક કે એડ જીંગલ પર ધ્યાન જ ના આપી શક્યા.