મંજરી પણ બનવા માંગે છે રાણી લક્ષ્મીબાઈ

IFM
'જાને તૂ..યા જાને ના' દ્વારા ચર્ચામાં આવેલી મંજરી ફડનીસનીને ઝાંસીની રાણીનુ પાત્ર ભજવવાની ઈચ્છા છે. આ ઇચ્છા તેના દિલમાં લાંબા સમયથી છે.

આ અંગે તે કહે છે કે, રાણી લક્ષ્મીબાઇ મારા માટે એક આદર્શ મહિલા છે. હું તેમની વાર્તાઓ સાંભળીને મોટી થઈ છુ અને તેમની એ વાર્તાઓએ મારા પર ઊંડી અસર નાખી છે.

રાણી લક્ષ્મીબાઈનુ પાત્ર એશ્વર્યા પણ ભજવવા માંગતી હતી, પરંતુ તેમને લઈને ફિલ્મ બનાવનારા કેતન મહેતાએ ફિલ્મ પડતી મૂકી હોય તેવું લાગે છે. હાલ, સુષ્મિતા સેન આ અંગે એક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે.

વેબ દુનિયા|
મંજરી હાલ એક તેલુગૂ ફિલ્મ કરી રહી છે. આ સિવાય હિન્દીમાં તેમની 'આઈ એમ 24' રજૂ થવાની છે. જ્યાં સુધી રાણી લક્ષ્મીબાઈનુ પાત્ર ભજવવાની તેમની ઈચ્છાની વાત છે, તો બની શકે કે કોઈ નિર્માતા વાત સાંભળી લે.


આ પણ વાંચો :