લારાની જીંદગીમાં ડિનો ?

IFM
કૈલી દોરજીથી છુટી પડ્યા પછી લારા દત્તાનુ નામ હવે ડીનો મોરિયો સાથે જોડાવવા જઈ રહી છે. ડીનોની જીન્દગીમાં પણ બિપાશા અને નંદિતા જેવી છોકરીઓ આવી અને ગઈ. હાલ તેઓ એકલા છે. લારા પણ એકલી છે. આવા સમયે બંને એકબીજાનો સાથ આપી રહ્યા છે.

ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે જ્યારે લારાએ પોતાના બોયફ્રેંડ કૈલી દોરજીએ પોતાના ઘરેથી કાઢ્યો હતો તો તે થોડા દિવસ સુધી ડીનોની સાથે જ રહ્યો હતો. ડીનોએ કૈલીની મદદ ખૂબ જ કરી. પછી કૈલી બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો.

થોડા દિવસ પહેલા કૈલી દોરજી દ્વારા અભિનીત ફિલ્મ 'ડોન નં 1' હિન્દીમાં ડબ થઈને રજૂ થઈ. આ ફિલ્મનો પ્રિમીયર શો પણ યોજાયો હતો. જેમાં વિશેષ મહેમાન તરીકે કેલી દોરજીને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

હા, કહેવા છતાં લારા આ કાર્યક્રમમાં આવી નહોતી. કૈલીને પૂરો વિશ્વાસ હતો કે લારા તેને શુભેચ્છાઓ આપવા તો જરૂર આવશે, પણ લારાના ન આવવાથી તે નિરાશ થઈ ગઈ. કૈલી એક વાર ફરી લારા સાથે સંબંધ બાંધવાના ઉત્સુક હતા પણ લારાએ આ કાર્યક્રમમાં ન આવીને તેમને જવાબ આપી દીધો.

વેબ દુનિયા|
કૈલી અને લારાના સંબંધો ટૂટવા વિશે એવુ જાણવા મળ્યુ છે કે કૈલીને લારાનુ કેટલાક નાયકો સાથે કામ કરવુ પસંદ નહોતુ. જેને કારણે લારા નારાજ થઈ ગઈ, અને બંનેનો વર્ષો જુનો સંબંધ તૂટી ગયો.


આ પણ વાંચો :