જોધપુર. સલમાન ખાન આર્મ્સ એક્ટ મામલે મુક્ત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે તેમના વિરુદ્ધ જોધપુરમાં હરણનો શિકાર સાથે જોડાયેલા 4 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત તેમના વિરુદ્ધ મુંબઈમાં હિટ એંડ રન કેસ પણ છે. આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ચુક્યો છે. જાણો કયા મામલે શુ છે સ્ટેટસ..
- 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈ ની શૂટિંગ દરમિયાન સલમાન પર 3 જુદા જુદા સ્થાને હરણનો શિકાર કરવાનો આરોપ છે.
- આ ત્રણ સ્થાન ઘોડા ફર્મ હાઉસ અને ભવાદ ગામ અને કાંકાણીમાં શિકાર બાબતે ત્રણ કેસ સલમાન પર ચાલી રહ્યા છે.
- જ્યારે કે ચોથો કેસ શિકાર બાબતે હથિયારને લઈને આર્મ્સ એક્ટના હેઠળ નોંધાયો હતો. આ મામલે આજે સલમાન મુક્ત થઈ ગયા.
- આરોપ છે કે સલમાન ખાનને આપેલ પિસ્ટલ અને રાઈફલના લાઈસેંસ એક્સપાય થઈ ચુક્યા હતા. તેમને તેને રિન્યૂઅલ નહોતા કરાવ્યા.
ભવાદ ગામના કેસનુ શુ છે સ્ટેટસ
- ભવાદ ગામમાં 27 સપ્ટેમ્બર 1998ની રાત્રે એક હરણના શિકારનો આરોપ સલમાન પર લાગ્યો. સીજેએમ કોર્ટે 17 ફેબ્રુઆરે 2006ના રોજ સલમાનને દોષી ઠેરવતા એક વર્ષની સજા સંભળાવી
- ગયા વર્ષે હાઈકોર્ટે આ મામલે સલમાનને મુક્ત કર્યા
- હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ રાજ્ય સરકાર સુપ્રીક કોર્ટ ગઈ છે. આ મામલે કોર્ટે સલમાનને નોટિસ આપીને તેનો જવાબ માગ્યો છે.
ઘોડા ફાર્મ હાઉસનુ શુ છે સ્ટેટ્સ
- ઘોડા ફાર્મ હાઉસ(ઓસિયા ક્ષેત્ર) માં 28 સપ્ટેમ્બર 1998ની રાત્રે બે હરણનો શિકાર કરવાના આરોપ સલમાન પર લાગ્યો
- આ મામલે સીજેએમ કોર્ટે 10 એપ્રિલ 2006 ના રોજ તેમને દોષી સાબિત કરતા 5 વર્ષની સજા સંભળાવી
- આ મામલે સજા વિરુદ્ધ સલમાને રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી. ગયા વર્ષે હાઈકોર્ટે આ કેસમાં પણ તેમને મુક્ત કર્યા.
- હાઈકોર્ટે આ નિર્ણયને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો. સુપ્રીમ કોર્ટે હાલ આ મામલે સલમાને નોટિસ આપીને જવાબ માગ્યો છે.
કાળા હરણનો શિકાર
- 1 ઓક્ટોબર 1998ની રાત્રે સલમાન પર કાંકાણીમાં બે કાળા હરણનો શિકારનો આરોપ લાગ્યો
- ગોળીનો અવાજ સાંભળીને ગામના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા. આ કારણે ત્યાથી સલમાન પોતાની જિપ્સીમાં સેફ અલી સોનાલી બેન્દ્રે નીલમ અને તબ્બુ સાથે ભાગી નીકળ્યો
- ગ્રામીણોએ બે કાળા હરણને જપ્ત કર્યા. બંનેનુ ગોળી વાગવાથી મોત થયુ હતુ.
- સલમાન પર હરણોને ગોળી મારવાનો અને સેફ સહિત ત્રણ એક્ટ્રેસ પર તેમને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.
- આ મામલે 25 જાન્યુઆરીના રોજ બધા આરોપીઓને આરોપી નિવેદન સંભળાવવામાં આવશે.
હિટ એંડ રન કેસનુ શુ છે સ્ટેટસ
- 28 સપ્ટેમ્બર 2002ની અડધી રાત્રે પાર્ટી કરે ઘરે પરત ફરી રહેલ સલમાન ખાનની લૈડ ક્રૂઝર હિલ રોડ પર અમેરિકન એક્સપ્રેસ બેકરીમાં ઘુસી ગઈ હતી.
- સલમાને સવારે સરેંડર કર્યુ હતુ. પોલીસ સ્ટેશન પરથી જ તેમને જામીન મળી ગઈ.
- ઓક્ટોબર 2002માં સલમાન પર આઈપીસીની ધારા 302-II (બિન ઈરાદાપૂર્વક હત્યા)નો કેસ લાગ્યો.
- ઘટનામાં નરુલ્લા શરીફનુ મોત થઈ ગયુ હતુ. અબ્દુલ શેખ, મુસ્લિમ શેખ, મુન્નૂ ખાન અને મોહમ્મદ કલીમ ઘાયલ થયા હતા. આ બધા બેકરીની બહાર ફુટપાથ પર સૂઈ રહ્યા અહ્તા.
- અબ્દુલ શેખના પરિવારે કહ્યુ હતુ કે તેમને કોર્ટના નિર્ણયથી કોઈ મતલબ નથી. તેમને તો બસ 10 લાખ રૂપિયાનુ વળતળ મળી જાય.
- આ કેસમાં બૉમ્બેની સેશન્સ કોર્ટે સલમાનને 5 વર્ષની સજા સંભળાવી. જો કે હાઈકોર્ટે તેમને મુક્ત કરી દીધા.
- સલમાનને મુક્ત કરવા બાબત વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટ જઈ ચુકી છે.
સલમાન પર આ ધારાઓ હેઠળ ચાલ્યો કેસ
- ધારા 304 (2) બિન ઈરાદતન હત્યા - વધુથી વધુ 10 વર્ષની સજા
- ધારા 279 - ઝડપી ગતિમાં બેદરકારીથી ડ્રાઈવિંગ - 6 મહિનાની કેદ જે દંડ કે પછી બંને
- ધારા 427 - ખોટી હરકતથી પ્રોપર્ટીને નુકશાન
- આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની સેક્શન 34એ, બી સાથે સેક્શન 181 (કાયદાને તોડીને ગાડી ચલાવવી) અને 185 (નશામાં તેજ ગતિથી વાહન ચલાવવુ) અને બોમ્બે પ્રોહિબિશન એક્ટની ધારાઓ હેઠળ આરોપ.