સેક્સી કપડામાં ઉત્તેજીત ડાંસ કરવાનો કંગનાએ કર્યો ઈંકાર

P.R

કંગનાના અપસેટ થવાનુ એક વધુ કારણ એ જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં ત્રણ આઈટમ સોંગ છે, જેના કારણે તેની ચર્ચા નથી થઈ રહી. હવે કંગના એવુ પણ કહી રહી છેકે ફિલ્મમા તેનુ પાત્ર એક મરાઠી વિધવાનુ છે. જેને માટે આઈટમ સોંગની કોઈ જરૂર નથી. આ સ્ક્રિપ્ટમાં પણ નથી અને પછી ફિલ્મમાં જોડવામાં આવ્યુ છે. નારાજ કંગનાએ ફિલ્મના પ્રમોશનથી ખુદને અલગ કરી લીધી છે.

વેબ દુનિયા|
. આવનારી ફિલ્મ 'શૂટ આઉટ એટ વડાલા' સાથે સંકળાયેલ સૂત્રોનુ માનીએ તો ફિલ્મના ડાયરેક્ટર સંજય ગુપ્તાની કે ડિમાંડ પર કંગના રાનાવતે ખુદને ફિલ્મના પ્રમોશનથી અલગ કરી લીધી છે. કંગનાના મુજબ ડાયરેક્ટર સંજય અભિનેત્રી પાસેથી સેક્સી ડ્રેસમાં એક આઈટમ સોંગની ડિમાંડ કરી રહ્યા છે. જ્યારે કે ફિલ્મમાં પહેલાથી જ ત્રણ છે. આ આઈટમ સોંગ પ્રિયંકા ચોપડા, અને સોફી ચૌધરી પર ફિલ્માવ્યુ છે.
જો કે સંજય ગુપ્તાના એક મિત્રનુ કહેવુ છે કે કંગનાને પહેલાથી જ જાણ હતી કે આઈટમ સોંગ આ ફિલ્મનો એક ભાગ છે અને તે માટે પહેલાથી જ તે તૈયાર હતી,પણ હવે તે ના પાડી રહી છે અને જો તે હવે ફિલ્મના પ્રમોશનનો ભાગ નહી બને તો તેનુ જ નુકશાન થશે.


આ પણ વાંચો :